ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર- કોંગ્રેસે ડૉક્ટરો બનાવવામાં રૂપિયા ખાધા

આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે કલોલ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસ કામોનું લોકોર્પાણ કર્યું હતું આજે GTUના નવા બિલ્ડીંગનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ  ભૂમિપૂજનકર્યું હતું.  આ ભૂમિપૂજન કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘણી અને મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યાં હતાં. એક તરફ હાલમાં àª
01:23 PM Sep 27, 2022 IST | Vipul Pandya
આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે કલોલ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક વિકાસ કામોનું લોકોર્પાણ કર્યું હતું આજે GTUના નવા બિલ્ડીંગનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ  ભૂમિપૂજનકર્યું હતું.  આ ભૂમિપૂજન કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘણી અને મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જગદીશ પંચાલ પણ હાજર રહ્યાં હતાં. એક તરફ હાલમાં ગુજરાતમાં ચૂંટણી સામે છે, ત્યારે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ તેમણે પોતાના વતન માણસામાં જાહેર સભા સંબોધી હતી,   

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમીત શાહે શહિદ સ્મારક અને લાઈબ્રેરીનું ભૂમિપૂજન કરી સમા ગામના 12 શહિદોને શ્રદ્ધાંજલી આપી
સમૌ ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીઅમીત શાહે શહિદ સ્મારક અને લાઈબ્રેરીનું ભૂમિપૂજન કરી સમૌ ગામના 12 શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી. અહીં સભાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી મોદી અને ભાજપની સરકારે દેશની યુવા પેઢીને 1857 થી 1947ના 90 વર્ષના આઝાદીના લડવૈયાથી અવગત કરવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું, દેશભરમાં 450થી વધારે અનામી શહીદોના સ્મારકો બનાવ્યા છે. મારા વતન માણસાથી સમૌ ગામ 15 મિનિટના અંતરે છે  પણ સમૌ ગામના આ 12 યુવાનો આઝાદીની લડત માટે ફાંસીના માચડે ચડ્યા તેની મને ખબર નહોતી અમને ખબર પડી એટલે અમારી સરકારે 12 શહિદોના નામના 12 સ્તંભ, વચ્ચે રાષ્ટ્ર ધ્વજ અને બાળકોને વાંચવા માટે લાઈબ્રેરી બનાવવાનું નક્કી કર્યું. 12 સ્વતંત્રતા સેનાનીનું સ્મારક બંધાશે તો તેમના આત્માને અસીમ શાંતિ અનુભવાશે.
તેમણે કહ્યું કે, હું જુવાનિયાને કહેવા માંગુ છું કે, 12 શહીદોએ આઝાદી માટે જીવ આપી દીધો, આપણાં હાથમાં દેશ માટે મરવાનું કે જીવવાનું તે નથી પણ તમે એવો સંકલ્પ લો કે, સવારે હનુમાન ચાલીસા, વ્યસન નહી, લાઈટ બંધ કરીશ, થાળીમાં એંઠુ અનાજ નહી છોડું. તમારા આવા સંકલ્પથી આ શહીદોની આત્માને શાંતિ મળશે.
  
 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને 'દિલ કી ધડકન' કહી સંબોધન કર્યું
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું યુવાનોને 'દિલ કી ધડકન' કહી સંબોધન કર્યું હતું .અમિત શાહના સંબોધનથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.  હાલમાં લેકાવાડા ગામમાં GTU માટે100 એકર જગ્યા  અપાઈ છે, જેમાં ઇકો ફ્રેન્ડલી કેમ્પસ હશે.  જેમાં 84 ટકા વિસ્તાર હરિયાળી માટે ખુલ્લો છોડશે. સાથે જ વરસાદના પાણીના સંગ્રહ અને વેસ્ટ વોટરના રિયુઝની વ્યવસ્થા હશે. 

મોદીજીએ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષય રાખ્યું- કેન્દ્રીય ગૃહમંત્રીઅમિતશાહ
પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રીઅમિતશાહે કહ્યું કે ટેકનોલોજી વિના દેશ વિકસિત ન બની શકે .મોદીજીએ યુવાનો માટે અનેક તકો શોધી કાઢી છે. મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારે દેશ 11માં ક્રમે હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે સોનિયા મનમોહનએ 10 વર્ષમાં ઉપકાર કર્યો, એમનણે 10 વર્ષમાં દેશને 15માં ક્રમે ન લાવી દીધો. મોદીજીએ વડાપ્રધાન બન્યા બાદ દેશને આર્થિક દ્રષ્ટિએ વિશ્વમાં 5માં ક્રમે લાવી દીધો. 5માં ક્રમે ઇંગ્લેન્ડ હતું તેને 6 ક્રમે લાવી ભારત 5માં ક્રમે આવ્યું. હાલમાં મોદીજીએ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષય રાખ્યું. જો ઇકોનોમી આગળ વધશે, તો યુવાનો માટે રોજગારીની તકો પણ વધશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે ડૉક્ટર બનાવવામાં રૂપિયા ખાધા. અગાઉ આટલી કોલોજો પણ ન હતી. 


અંગ્રેજોએ બનાવેલી શિક્ષણ વ્યવસ્થા પર આપણે 75 વર્ષ ચાલ્યા
મોદીજીજે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે તેને વિદ્યાર્થીઓ સમજે. નવી શીક્ષણનીતિ એ પુસ્તક નહિ પણ પુસ્તકાલય છે, અંગ્રેજોએ બનાવેલી શિક્ષણ વ્યવસ્થા પર આપણે 75 વર્ષ ચાલ્યા, જેમાં અગાઉ શિક્ષણનો હેતુ માત્ર નોકરી હતો.નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓની આવડતને ખીલવવાનો પ્રયાસ છે. દેશવાસીઓની લાઇફસ્ટાઇલને ટેકનોલોજીના માધ્યમથી સુધારવાનું બીડું વડાપ્રધાને ઝડપ્યું છે. વિદ્યાર્થી જ્યારે માતૃભાષામાં વિચારે ત્યારે જ અનુસંધાન સાધી શકે, અન્ય ભાષામાં વિચારનાર પોન્ગા પંડિત બને

કમલમમાં બંધ બારણે ભાજપ કાર્યકરો સાથે બેઠક 
આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમમાં બંધ બારણે ભાજપ કાર્યકરો સાથે બેઠક પણ કરી હતી. જેમાં ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા વધુ આક્રમકતાથી લોકો વચ્ચે જવાના સૂચનો આપ્યાં હતા. જેને લઇને ભાજપ કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટણીમાં વધુમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા માટે પણ સૂચનો આપવમાં આવ્યાં હતા. ટકોર કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના પ્રવાસે આવ્યા છે.  

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા 
ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં  મેનીફેસ્ટોથી લઈ ચૂંટણીનાં દરેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. એટલું જ નહિ બેઠક બાદ આગામી સમયમાં ભાજપના મહામંત્રીઓને જવાબદારીઓ અંગે પણ વાત કરાઇ હતી.  આ બેઠક સવા કલાકથી વધુ સમયથી બેઠક ચાલી હતી. 


ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 

જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ વધી રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. 

Tags :
AmitShah'sCongressCongressspentmoneyinmakingDrGujaratElectionGujaratElection2022GujaratFirstshahGujaratvisitUnionHomeMinister
Next Article