Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઇ વચ્ચે રોમાંચક મુકાબલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક ઉપર ભાજપ ( BJP)ના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ (Congress)ના ઉમેદવારો પણ જાહેર થઈ રહ્યા છે જેમાં અંકલેશ્વર બેઠક (Ankleshwar seat) ઉપર પાંચ ટર્મથી ધારાસભ્ય અને બે વખત મંત્રી પદ ઉપર રહેલા ઈશ્વર પટેલ સામે કોંગ્રેસમાં જ તેમના જ સગા ભાઈ વિજય ઉર્ફે વલ્લભ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિજય ઉર્ફે વલ્લભ પટેલ હિન્દુ તળપદા કોળી બક્ષીપંચ ઓ
અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઇ વચ્ચે રોમાંચક મુકાબલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભરૂચ જિલ્લાની પાંચ બેઠક ઉપર ભાજપ ( BJP)ના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ (Congress)ના ઉમેદવારો પણ જાહેર થઈ રહ્યા છે જેમાં અંકલેશ્વર બેઠક (Ankleshwar seat) ઉપર પાંચ ટર્મથી ધારાસભ્ય અને બે વખત મંત્રી પદ ઉપર રહેલા ઈશ્વર પટેલ સામે કોંગ્રેસમાં જ તેમના જ સગા ભાઈ વિજય ઉર્ફે વલ્લભ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વિજય ઉર્ફે વલ્લભ પટેલ હિન્દુ તળપદા કોળી બક્ષીપંચ ઓબીસીમાંથી આવે છે.

વિજય પટેલ પણ કોલેજ કાળથી સક્રિય 
અંકલેશ્વર મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય ઉર્ફે વલ્લભ પટેલની કોલેજથી જિલ્લા પંચાયત સફર છે. વિજય વલ્લભ ૧૯૮૧ માં જે પી કોલેજમાં જનરલ સેક્રેટરી અને ૧૯૮૪ માં એલએલબી કોલેજના જનરલ સેક્રેટરી જીએસ તરીકે તેઓ રહ્યા હતા. ૧૯૯૦ થી ૧૯૯૮ સુધી ધી ભરૂચ ડિસ્ટ્રીક બેંક સેન્ટ્રલમાં તેઓ બેંક મેનેજર તરીકે રહી ચૂક્યા છે. ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી તાલુકા પંચાયત હાંસોટ કારોબારી અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં તેઓ જિલ્લા પંચાયત ખરજ બેઠક ઉપરથી સદસ્ય રહી ચૂક્યા છે. ૨૦૨૦થી ૨૦૨૧ સુધીમાં વાલનેર બેઠક ઉપરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી જીત મેળવી ચૂક્યા છે.
ઉલ્લેખનિય છે કે વિજય ઉર્ફે વલ્લભ પટેલને કોંગ્રેસમાં લાવનાર સંદીપ માંગરોળા ઉપર ૮૫ કરોડની ઉચાપતની ફરિયાદ પણ થઈ ચૂકી છે

ઇશ્વર પટેલ 5 ટર્મથી ધારાસભ્ય 
બીજી તરફ  ઈશ્વર પટેલ પાંચ વાર ધારાસભ્ય અને બે વાર મંત્રી પદ ઉપર રહી ચુક્યા છે. તેઓ પણ આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે અને ભાજપે ફરી એક વાર તેમને ટિકિટ આપી છે. 

બંને ભાઇ વચ્ચે વર્ષોથી વિખવાદ
ઇશ્વર પટેલ અને તેમના ભાઇ વિજય ઉર્ફે વલ્લભ પટેલ વચ્ચે વર્ષોથી પારિવારીક વિખવાદ હોવાનું જાણવા મળે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.