Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજયમાં બીજા તબક્કામાં કુલ સરેરાશ 61.83 ટકા મતદાન, જાણો જિલ્લાવાર ટકાવારી

સૌથી વધુ સાબરકાંઠમાં 70.90% મતદાનસૌથી ઓછું અમદાવાદમાં 55.21% મતદાનરાજ્યમાં કુલ સરરેશ 61.83% મતદાનગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ ચુક્યું છે. 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો પર નાની મોટી ઘટનાઓ બાદ કરતા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની (Votting) પ્રક્રિયાપૂર્ણ થઈ છે. મતદાનની ટકાવારીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમà
રાજયમાં બીજા તબક્કામાં કુલ સરેરાશ 61 83 ટકા મતદાન  જાણો જિલ્લાવાર ટકાવારી
Advertisement
  • સૌથી વધુ સાબરકાંઠમાં 70.90% મતદાન
  • સૌથી ઓછું અમદાવાદમાં 55.21% મતદાન
  • રાજ્યમાં કુલ સરરેશ 61.83% મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ ચુક્યું છે. 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો પર નાની મોટી ઘટનાઓ બાદ કરતા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની (Votting) પ્રક્રિયાપૂર્ણ થઈ છે. મતદાનની ટકાવારીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં કુલ સરેરાશ 61.83% મતદાન થયું હતું. જેમાં સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં 70.90% મતદાન અને સૌથી ઓછું 55.21% મતદાન અમદાવાદ જિલ્લામાં નોંધાયું છે.
જિલ્લાવાર નોંધાયેલું મતદાન
અમદાવાદ - 55.21%
આણંદ - 64.86%
અરવલ્લી - 66.73%
બનાસકાંઠા - 65.66%
છોટાઉદેપુર - 62.04%
દાહોદ - 56.51%
ગાંધીનગર - 65.41%
ખેડા - 66.15%
મહેસાણા - 64.49%
મહિસાગર - 60.15%
પંચમહાલ - 62.03%
પાટણ - 61.80%
સાબરકાંઠા - 70.90%
વડોદરા -63.81%
અમદાવાદ જિલ્લો
અમદાવાદ જિલ્લાની અમરાઇવાડીમાં 49.68 ટકા, અસારવામાં 45.40, બાપુનગરમાં 54.96, દાણીલીમડામાં 55.39, દરિયાપુરમાં 47.14 ટકા, દસ્ક્રોઇમાં 64.44 ટકા, ધંધુકામાં 59.92 ટકા, ધોળકામાં 66.57 ટકા, એલિસબ્રિજમાં 53.54 ટકા, ઘાટલોડિયામાં 59.62 ટકા, જમાલપુર-ખાડિયામાં 58.29 અને મણિનગરમાં 55.35 ટકા, નારણપુરામાં 56.53 ટકા, નરોડામાં 45.25 ટકા, નિકોલમાં 58.00 ટકા અને સાબરમતીમાં 49.16 ટકા, સાણંદમાં 58.33 ટકા, ઠક્કરબાપાનગરમાં 49.36 ટકા, વટવામાં 52.54 ટકા, વેજલપુરમાં 50.23 ટકા અને વિરમગામમાં 60.31 ટકા મતદાન નોંધાયું છે.
આણંદ જિલ્લો
આણંદ જિલ્લાની બેઠકો પર નજર કરીએ તો આણંદમાં 54.59 ટકા, આંકલાવમાં 68.44 ટકા, બોરસદમાં 60.18 ટકા અને ખંભાતમાં 58.42 ટકા, પેટલાદમાં 61.14 ટકા, સોજીત્રામાં 58.77 ટકા અને ઉમરેઠમાં 54.20 ટકા મતદાન નોંધાયું છે.
અરવલ્લી જિલ્લો
અરવલ્લી જિલ્લાની વિધાનસભા બેઠકોમાં બાયડમાં 70.02 ટકા, ભિલોડામાં 55.90 ટકા અને મોડાસામાં 65.66 ટકા મતદાન નોંધાયું છે.
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લાની વિધાનસભા બેઠકોમાં દાંતામાં 64.14 ટકા, ડીસામાં 61.70 ટકા, દિયોદરમાં 74.02 ટકા, ધાનેરામાં 69.80 ટકા, કાંકરેજમાં 61.31 ટકા, પાલનપુરમાં 59.61 ટકા, થરાદમાં 78.02 ટકા, વડગામમાં 60.17 ટકા અને વાવમાં 65.09 ટકા મતદાન નોંધાયું છે.
છોટાઉદેપુર જિલ્લો
છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા બેઠકોમાં છોટાઉદેપુરમાં 56.67 ટકા, જેતપુરમાં 64.10 ટકા અને સંખેડામાં 65.30 ટકા મતદાન નોંધાયું છે.
દાહોદ જિલ્લો
દાહોદ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં દાહોદમાં 56.45 ટકા, દેવગઢબારિયામાં 60.48 ટકા અને ફતેપુરામાં 52.08 ટકા, ગરબાડામાં 48.10 ટકા, ઝાલોદમાં 54.54 ટકા અને લીમખેડામાં 66.65 ટકા મતદાન નોંધાયું છે.
ગાંધીનગર જિલ્લો
ગાંધીનગર જિલ્લાની વિધાનસભા બેઠકોમાં દહેગામમાં 61.97 ટકા, ગાંધીનગર ઉત્તરમાં 53.55 ટકા અને ગાંધીનગર દક્ષિણમાં 58.21 ટકા, કલોલમાં 58.20 અને માણસામાં 65.12 ટકા મતદાન નોંધાયું છે.
ખેડા જિલ્લો
ખેડા જિલ્લાની વિધાનસભા બેઠકોમાં કપડવંજમાં 64.80 ટકા, મહુધામાં 61.14 ટકા અને માતરમાં 69.11 ટકા, મહેમદાબાદમાં 64.86 ટકા, નડિયાદમાં 59.01 ટકા અને ઠાસરામાં 70.50 ટકા મતદાન નોંધાયું છે.
મહેસાણા જિલ્લો
મહેસાણા જિલ્લાની વિધાનસભા બેઠકોમાં બેચરાજીમાં 61 ટકા, કડીમાં 63.70 ટકા, ખેરાલુમાં 57.80 ટકા અને મહેસાણામાં 50.68 ટકા, ઊંઝામાં 61.54 ટકા, વિજાપુરમાં 68 ટકા અને વિસનગરમાં 69.07 ટકા મતદાન નોંધાયું છે.
મહિસાગર જિલ્લો
મહિસાગર જિલ્લાની વિધાનસભા બેઠકોમાં બાલાસિનોરમાં 49.79 ટકા, લુણાવાડામાં 60.60 ટકા અને સંતરામપુરમાં 52 ટકા મતદાન નોંધાયું છે.
પંચમહાલ જિલ્લો
પંચમહાલ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં ગોધરામાં 63.65 ટકા, હાલોલમાં 61.32 ટકા અને કાલોલમાં 63.50 ટકા, મોરવા હડફમાં 56.10 ટકા અને શહેરામાં 64.77 ટકા મતદાન નોંધાયું છે.
પાટણ જિલ્લો
પાટણ જિલ્લાની વિધાનસભા બેઠકોમાં ચાણસ્મામાં 51.97 ટકા અને પાટણમાં 58.25 ટકા, રાધનપુરમાં 56.22 ટકા અને સિદ્ધપુરમાં 63.10 ટકા મતદાન નોંધાયું છે.
સાબરકાંઠા જિલ્લો
સાબરકાંઠા જિલ્લાની વિધાનસભા બેઠકોમાં હિંમતનગરમાં 62.30 ટકા, ઇડરમાં 63.25 ટકા, ખેડબ્રહ્મામાં 69.54 ટકા અને પ્રાંતિજમાં 68.50 ટકા મતદાન નોંધાયું છે.
વડોદરા જિલ્લો
વડોદરા જિલ્લાની વિધાનસભા બેઠકોમાં અકોટામાં 59.26 ટકા, ડભોઇમાં 71.22 ટકા, કરજણમાં 70.20 ટકા અને માંજલપુરમાં 59.50 ટકા, પાદરામાં 71.29 ટકા, રાવપુરામાં 57.69 ટકા અને સાવલીમાં 69.54 ટકા, સયાજીગંજમાં 55.01 ટકા, વડોદરા શહેરમાં 58.90 ટકા અને વાઘોડિયામાં 67.71 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×