Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજયમાં પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ 60.49 ટકા મતદાન, જાણો જિલ્લાવાર ટકાવારી

સૌથી વધુ નર્મદા - 73.02% મતદાનસૌથી ઓછું પોરબંદર - 53.84% મતદાન5 વાગ્યા સુધીમાં કુલ સરરેશ 60.20% મતદાનગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ચુક્યું છે. 19 જિલ્લાની કુલ 89 વિધાનસભા બેઠકો પર નાની મોટી ઘટનાઓ બાદ કરતા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની (Votting) પ્રક્રિયાપૂર્ણ થઈ છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવà
રાજયમાં પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ 60 49 ટકા મતદાન  જાણો જિલ્લાવાર ટકાવારી
  • સૌથી વધુ નર્મદા - 73.02% મતદાન
  • સૌથી ઓછું પોરબંદર - 53.84% મતદાન
  • 5 વાગ્યા સુધીમાં કુલ સરરેશ 60.20% મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું મતદાન આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ચુક્યું છે. 19 જિલ્લાની કુલ 89 વિધાનસભા બેઠકો પર નાની મોટી ઘટનાઓ બાદ કરતા કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નહોતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની (Votting) પ્રક્રિયાપૂર્ણ થઈ છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારીના આંકડાઓ પ્રમાણે રાજ્યમાં કુલ સરેરાશ 60.49% મતદાન થયું હતું. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લામાં 73.02% મતદાન અને સૌથી ઓછું 53.84% મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.
જિલ્લાવાર સાંજે 5 વાગ્યા સુધી નોંધાયેલું મતદાન
અમરેલી - 57.23%
ભરૂચ - 63.08%
ભાવનગર - 57.81%
બોટાદ - 57.15%
ડાંગ - 64.84 %
દેવભૂમિ દ્વારકા - 59.11%
ગીર સોમનાથમાં - 61.97 %
જામનગર - 56.09%
જૂનાગઢ - 56.95%
કચ્છ - 55.54%
મોરબી - 67.65%
નર્મદા - 73.02%
નવસારી - 66.62%
પોરબંદર - 53.84%
રાજકોટ - 59.47%
સુરત - 60.20%
સુરેન્દ્રનગર - 60.71 %
તાપી - 72.32%
વલસાડ - 65.29%
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.