Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ચૂંટણી જંગમાં 70 રાજકીય પાર્ટીઓ છે મેદાનમાં, આટલા ઉમેદવારો અપક્ષમાંથી લડશે

પહેલા તબક્કોમાં 39 રાજકીય પક્ષ, 788 ઉમેદવારોબીજા તબક્કામાં 60 રાજકિય પક્ષો, 833 ઉમેદવારોકુલ 624 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છેGujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે એક સપ્તાહ જેટલો જ સમય બચ્યો છે. રાજકીય પાર્ટીઓ ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે. ગુજરાતની ગાદી માટે મતદારોને રિઝવવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યાં છે. ગુજરાતની કુલ 182 વિધાનસભાની સીટો માટે બે તબક્કામ
ગુજરાતના ચૂંટણી જંગમાં 70 રાજકીય પાર્ટીઓ છે મેદાનમાં  આટલા ઉમેદવારો અપક્ષમાંથી લડશે
  • પહેલા તબક્કોમાં 39 રાજકીય પક્ષ, 788 ઉમેદવારો
  • બીજા તબક્કામાં 60 રાજકિય પક્ષો, 833 ઉમેદવારો
  • કુલ 624 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છે
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે એક સપ્તાહ જેટલો જ સમય બચ્યો છે. રાજકીય પાર્ટીઓ ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતરી ગયા છે. ગુજરાતની ગાદી માટે મતદારોને રિઝવવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યાં છે. ગુજરાતની કુલ 182 વિધાનસભાની સીટો માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. બંને તબક્કામાં 70 રાજકીય પાર્ટીઓ અને અપક્ષ મળી કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે.
પહેલો તબક્કો: 89 બેઠક, 39 રાજકીય પક્ષ, 788 ઉમેદવારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં કુલ 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષો અને અપક્ષ મળી કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જેમાં 70 મહિલાઓ (Female) અને 718 પુરૂષ (Male) ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છે.
બીજો તબક્કો : 93 બેઠકો, 60 રાજકિય પક્ષો, 833 ઉમેદવારો
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કુલ 93 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 60 રાજકીય પક્ષો અને અપક્ષના મળીને કુલ 833 ચૂંટણી લડવાના છે. બીજા તબક્કામાં 764 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો છે. જ્યારે બીજા તબક્કામાં 285 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવાના છે.
રાજકિય પક્ષોના ઉમેદવારો
વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 10 રાજકિય પક્ષોએ પોતાના ઉમેદવાર ઉતાર્યાં છે અને 31 રાજકિય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં જ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે જ્યારે 9 રાજકિય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યાં છે. બંને તબક્કામાં  કુલ 70 રાજકિય પક્ષો મેદાને છે. જ્યારે બંને તબક્કાના મળીને કુલ 624 ઉમેદવારો ચૂંટણી લડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.