Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODIના ઝંઝાવાતી પ્રવાસનો આજે બીજો દિવસ, જાણો ક્યાં ક્યાં જશે

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રી સોમવારે ભરૂચ (Bharuch)ના આમોદમાં સભાને સંબોધશે અને વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.ત્યારબાદ તેઓ આણંદ (Aanad) પહોંચશે  અને  વિદ્યાનગર ખાતે મહાસભાને સંબોધન કરશે તથા ભાજપ સંગઠનના કાર્યક્રમમાં પણ આપશે હાજરી આપશે. તેઓ બપોરે અમદાવાદ પહોંચશે અને અમદાવાદ (Ahmedabad)માં શૈક્ષણિક સંકુલના ઉદ્ધાટન કરશે.ત્યàª
pm modiના ઝંઝાવાતી પ્રવાસનો આજે બીજો દિવસ  જાણો ક્યાં ક્યાં જશે
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રી સોમવારે ભરૂચ (Bharuch)ના આમોદમાં સભાને સંબોધશે અને વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.ત્યારબાદ તેઓ આણંદ (Aanad) પહોંચશે  અને  વિદ્યાનગર ખાતે મહાસભાને સંબોધન કરશે તથા ભાજપ સંગઠનના કાર્યક્રમમાં પણ આપશે હાજરી આપશે. તેઓ બપોરે અમદાવાદ પહોંચશે અને અમદાવાદ (Ahmedabad)માં શૈક્ષણિક સંકુલના ઉદ્ધાટન કરશે.ત્યારબાદ તેઓ સાંજે જામનગર (Jamnagar) પહોંચશે અને 1462 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હૂત કરશે. 
આમોદમાં 8 હજાર કરોડના પ્રોજેક્ટ સમર્પિત કરશે
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ  મોદી ભરૂચના પ્રવાસે છે. બપોરે 12 વાગે તેઓ ભરૂચના આમોદમાં સભાને સંબોધશે તથા રૂ.8 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કરશે અને  દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે . વડાપ્રધાનશ્રી બહુવિધ ઔધોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન પણ કરશે.
વિદ્યાનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
ત્યારબાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી  બપોરે 2 વાગે  આણંદ જશે. તેઓ  વિદ્યાનગર ખાતે મહાસભાને સંબોધન કરશે અને
ભાજપ સંગઠનના કાર્યક્રમમાં  હાજરી આપશે. આ કાર્યક્રમ માટે તમામ પ્રકારની સુવિધા ઉભી કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ છે. જાહેરસભામાં અંદાજિત દોઢ લાખ કરતા વધુની જનમેદની એકત્ર થશે. 
અડાલજમાં શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે
વડાપ્રધાનશ્રી વિદ્યાનગર બાદ સીધા અમદાવાદ પહોંચશે અને અમદાવાદના અડાલજમાં શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ સંકુલમાં અતિથિ કક્ષ, રસોઈ ઘર અને 116 રૂમ હશે અને  400થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને રહેવાની સગવડ હશે. સંકુલમાં  વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરાશે.
સાંજે જામગરમાં કાર્યક્રમમાં પહોંચશે
અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામનગરના પ્રવાસે જશે. તેઓ 1462 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હુત કરશે. આ કાર્યક્રમમાં તેઓ સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું કરશે લોકાર્પણ તથા જામનગરનાં હરિપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. પીએમ જામનગરના બે ઓવર બ્રિજના કામનું પણ ખાતમુર્હુત કરશે. તેઓ વાલ્મીકી સમાજ કોમ્યુનીટી હોલનું ઈ-લોકાર્પણ કરશે અને ત્યાર બાદ વડાપ્રધાનશ્રીની વિશાળ જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપશે
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 10મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપશે. તેઓ સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું  લોકાર્પણ કરશે તથા રૂ.300 કરોડથી વધુના ખર્ચે લિંક-1 પેકેજ-5નું લોકાર્પણ પણ કરશે. રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે જેનાથી સૌરાષ્ટ્રના જળાશયો ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ થશે. આ યોજનાથી  એક લાખથી વધુ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. 
જામનગરમાં રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં જ સોમવારે  રાત્રિ રોકાણ કરશે. તેઓને  ઐતિહાસિક સર્કિટ હાઉસમાં ઉતારો આપવામાં આવશે. સર્કિટ હાઉસના એક નંબરના રૂમમાં વડાપ્રધાનશ્રીને ઉતારો આપવામાં આવશે, જેથી સર્કિટ હાઉસની અંદર અને બહાર થ્રિ લેયર સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.