Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમ તબક્કામાં 89 બેઠક પર ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, જાણો કોની વચ્ચે થશે જોરદાર ટક્કર

પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંતસાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધછેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન70 મહિલા સહિત 788 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગપ્રથમ તબક્કામાં કુલ 2,39,76,670 મતદારોગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે અને ત્યાર બાદ જ ખ
04:40 AM Nov 29, 2022 IST | Vipul Pandya
  • પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત
  • સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
  • છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર
  • 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન
  • 70 મહિલા સહિત 788 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ
  • પ્રથમ તબક્કામાં કુલ 2,39,76,670 મતદારો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે અને ત્યાર બાદ જ ખબર પડશે કે રાજ્યના રાજકારણમાં કયો પક્ષ જીત્યો છે. ત્યારે આ ચૂંટણીને જીતવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર અપનાવી રહ્યા છે. જેને લઇને પ્રચાર પ્રસાર પણ ખૂબ થઇ રહ્યો છે. ત્યારે આજે સાંજથી ચૂંટણીનો ધમધમાટ સમાપ્ત થઈ જશે. 
પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. પ્રચારના અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો પુરી તાકાત સાથે લોકોની વચ્ચે જોવા મળશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચાર રેલીઓ છે. સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ 6 સ્થળોએ રોડ શો કરશે. ત્યારે આજના પ્રચારમાં તમામ રાજકીય પક્ષો પોતાની પૂરું જોર અપનાવી પ્રચાર કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. વળી, બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે, જ્યાં 93 બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. વળી કહેવાય છે કે આ ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પુરી તાકાત સાથે મતદારોની વચ્ચે પહોંચ્યા છે.
આ પક્ષો વચ્ચે જોરદાર ટક્કર થશે
ગુજરાતની જનતા કયા પક્ષને સત્તાની ખુરશી સોંપે છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે. કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ, AAP અને કોંગ્રેસ મતદારોમાં પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ અંગે AAPના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું છે કે આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. તેમણે ગુજરાતમાં AAPની જીતનો દાવો કર્યો છે.
1,621 ઉમેદવારો મેદાનમાં છે
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 13 અનુસૂચિત જાતિ માટે, 27 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો મેદાનમાં છે. વળી ગુજરાતમાં લગભગ 50 ટકા મહિલા મતદારો છે, પરંતુ મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 189 છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ 2017 કરતાં વધુ મહિલાઓને ટિકિટ આપી છે.
આ પણ વાંચો - છાશવારે રમખાણો થતાં, ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે: ગૃહમંત્રીશ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article