Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટા ચૂંટણી માટે TMCના ઉમેદવાર જાહેર, શત્રુઘ્ન સિંહા આસનસોલ લોકસભા સીટ પરથી લડશે

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 12 એપ્રિલે એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પણ સામેલ છે. ત્યારે, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારમાં એક-એક લોકસભા સીટ પર ચૂંટણી યોજાવાની છે આવા સંજોગોમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે આજે રવિવારે  પશ્ચિમ બંગાળ પેટા
પેટા ચૂંટણી માટે tmcના ઉમેદવાર જાહેર  શત્રુઘ્ન સિંહા આસનસોલ લોકસભા સીટ પરથી લડશે
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 12 એપ્રિલે એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમાં પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પણ સામેલ છે. ત્યારે, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારમાં એક-એક લોકસભા સીટ પર ચૂંટણી યોજાવાની છે આવા સંજોગોમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે આજે રવિવારે  પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. 
પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિંહા આસનસોલથી લોકસભાની પેટાચૂંટણી લડશે જ્યારે બાબુલ સુપ્રિયો બલીગંજથી વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવાર હશે. બંગાળની લોકસભા સીટ બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ ખાલી પડી હતી, જેના પરિણામે અહીં પેટાચૂંટણી યોજાવાની છે. આ સિવાય બાલીગંજ વિધાનસભા સીટ ટીએમસી નેતા સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી પડી છે, ત્યારબાદ હવે અહીં પણ પેટાચૂંટણી યોજાશે.
12 એપ્રિલે યોજાશે ચૂંટણી 
જણાવી દઈએ કે બંગાળમાં એક લોકસભા અને ચાર વિધાનસભા સીટો પર 12 એપ્રિલે પેટાચૂંટણી યોજાવાની છે. આ બે દિગ્ગજોની ચૂંટણીને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આ વખતે જોવાનું એ રહેશે કે આ સીટો પર ભાજપને સફળતા મળે છે કે ટીએમસી. તાજેતરની ચૂંટણીમાં ટીએમસીનું પ્રદર્શન જોયા પછી લાગે છે કે આ વખતે શત્રુઘ્ન સિંહા જીતી શકે છે. સાથે જ બાબુલ સુપ્રિયોને પણ સુરક્ષિત જગ્યા આપવામાં આવી છે. ટીએમસી નેતા સુબ્રત મુખર્જીના નિધન બાદ અહીં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું, "ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વતી એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલથી લોકસભા પેટાચૂંટણીમાં અમારા ઉમેદવાર હશે. બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત ગાયક બુલ સુપ્રિયો બાલીગંજથી વિધાનસભા પેટાચૂંટણીમાં અમારા ઉમેદવાર હશે. જય હિંદ, જય બાંગ્લા, જય મા-મતિ- માનવ!
Advertisement
Tags :
Advertisement

.