ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિરમગામ વિધાનસભા બેઠક પર ત્રણ-ત્રણ હાર્દિક પટેલ મેદાનમાં, કુલ 9 ઉમેદવાર પાટીદાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામી ચૂક્યો છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક વધુ ચર્ચામાં છે, કારણકે ગઇ વખતની ચૂંટણીમાં ભાજપ સામે પૂરા જોર-શોરથી લડનાર હાર્દિક પટેલ  વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. એટલું જ નહીં આ બેઠક પર ભાજપ તરફથી એક હાર્દિક છે તો અપક્ષમાંથી બે હાર્દિક પટેલ છે.. જી હા હાર્દિક પટેલ નામના બે અન્ય ઉમેદવાર આ ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી à
11:26 AM Nov 19, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામી ચૂક્યો છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક વધુ ચર્ચામાં છે, કારણકે ગઇ વખતની ચૂંટણીમાં ભાજપ સામે પૂરા જોર-શોરથી લડનાર હાર્દિક પટેલ  વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. એટલું જ નહીં આ બેઠક પર ભાજપ તરફથી એક હાર્દિક છે તો અપક્ષમાંથી બે હાર્દિક પટેલ છે.. જી હા હાર્દિક પટેલ નામના બે અન્ય ઉમેદવાર આ ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. 
વિરમગામ બેઠક પર કુલ 9 પાટીદાર ઉમેદવાર 
કુલ 39 જેટલા ફોર્મ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માટે ભરાયા હતા. જેમાંથી 34 ઉમેદવારોના ફોર્મ એક્સેપ્ટ થયા છે જ્યારે 5 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે. આ 34 ઉમેદાવારોમાં કુલ 9 ઉમેદવાર પાટીદાર છે. આ પાટીદાર ઉમેદવારોમાં પણ ત્રણ પાટીદાર ઉમેદવાર એવા છે જેમના નામ હાર્દિક પટેલ છે. એટલે કે ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા હાર્દિક પટેલ સામે અન્ય બે હાર્દિક પટેલ ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી રહ્યાં છે. આ અગે હાર્દિકકુમાર કિરિટભાઈ પટેલે જણાવ્યું કે, તેમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું, પરંતુ અન્ય ઉમેદવારને મેન્ડેટ મળતા તે અપક્ષમાં કન્વર્ટ થઈ ગયું છે. જ્યારે અન્ય હાર્દિકકુમાર જગદીશચંદ્ર પટેલ પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

કોંગ્રેસમાંથી લાખા ભરવાડ છે ઉમેદવાર
આ બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે ધારાસભ્ય લાખા ભરવાડ મેદાને છે, જેઓ પણ મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. ત્યારે આ બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે 
વિરમગામ બેઠકનું જાતિગત સમીકરણ 
મહત્વનું છે કે, વિરમગામ બેઠકની મતદારોની વાત કરવામાં આવે તો કુલ 2 લાખ 74 હજાર 811 મતદારો છે. જેમાં 1 લાખ 42 હજાર 635 પુરુષ અને 1 લાખ 32 હજાર 173 મહિલા મતદારો છે. જ્યારે ત્રીજી જાતીના 3 મતદારો છે. વિરમગામ બેઠક પર ઠાકોર, પટેલ, દલિત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો જેવા મતદારોનો દબદબો છે. અહી મતદારોમાં ઠાકોર અને કોળી પટેલ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પાટીદાર જ્ઞાતિના મતદાર બીજા નંબરે છે.
આ પણ વાંચો  -  જમાલપુર-ખાડિયા બેઠક પર જામશે ત્રિકોણીય જંગ, આ વખતે ભાજપનું પલડું ભારે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022assemblyseatcandidatesElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHardikPatelindependentsViramgam
Next Article