ગુજરાત ચૂંટણીની તારીખ કેમ જાહેર ન કરી, આ છે સાચું કારણ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હિમાચલ પ્રદેશમાં આજે ચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પહાડી રાજ્ય એવાં હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે ઇલેક્શનના પરિણામ જાહેર કરવામાં આવશે.ગુજરાત ચૂંટણીની તારીખ કેમ જાહેર ન થઈ, પંચે આપ્યું સાચું કારણભારતીય ચૂંટણી પંચ (ECI) એ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હિમાચલ પ્રદેશમાં આજે ચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પહાડી રાજ્ય એવાં હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે ઇલેક્શનના પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાત ચૂંટણીની તારીખ કેમ જાહેર ન થઈ, પંચે આપ્યું સાચું કારણ
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થશેઅને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજીવ કુમારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર ન કરવા પાછળનું કારણ પણ સમજાવ્યું. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે આમ કરવામાં કોઈ નિયમનું ઉલ્લંઘન થયું છે.
કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી
ચૂંટણી પંચના પીસીના સમાચાર આવતા જ હિમાચલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની અટકળો વહેતી થઈ હતી. બે રાજ્યોમાં, જો વિધાનસભાની મુદત છ મહિનામાં સમાપ્ત થાય છે, તો ચૂંટણીઓ એક સાથે યોજાય છે અને પરિણામ એક સાથે જાહેર કરવામાં આવે છે. ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત ન કરવાના પ્રશ્ન પર રાજીવ કુમારે કહ્યું કે કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, "બંને રાજ્યોની વિધાનસભાની મુદત પૂરી થવામાં 40 દિવસનો તફાવત છે. નિયમો અનુસાર, તે ઓછામાં ઓછા 30 દિવસનો હોવો જોઈએ જેથી કરીને એકનું પરિણામ બીજા પર અસર ન કરે.
હિમાચલમાં હિમવર્ષા પહેલા ચૂંટણી
ગુજરાત પહેલા હિમાચલમાં ચૂંટણીને લઈને રાજીવે કહ્યું, "હવામાન જેવા ઘણા પરિબળો છે, અમે હિમાચલમાં હિમવર્ષા પહેલા ચૂંટણી ઈચ્છીએ છીએ." તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ઘણા સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરી છે. આચારસંહિતાનો સમયગાળો પણ 70 દિવસથી ઘટાડીને 57 દિવસ કરવામાં આવ્યો હોવાની માહિતી પણ મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. છેલ્લે 2017 માં, બંને રાજ્યોમાં નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી અને ડિસેમ્બરમાં બંન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામો પણ એક સાથે જાહેર કરવામાં આવ્યા હતા. ગત ચૂંટણીમાં ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું.
ગુજરાતમાં 12 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી મતદાન શક્ય છે
ગુજરાત અને હિમાચલમાં દર વર્ષે પણ નજીકની તારીખોમાં મતદાન થાય છે સાથે જ એક સમયે જ પરિણામો પણ જાહેર કરવામાં આવે છે. 2012 અને 2017ની જેમ આ વખતે પણ બંને રાજ્યોમાં મતગણતરી એક સાથે થઇ હતી. જેથી એવી ગણતરી છે કે ગુજરાતમાં 8મી ડિસેમ્બરની આસપાસ ચૂંટણી પરિણામ આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણીની તારીખો દિવાળી પછી જાહેર કરી શકે છે. ગુજરાતમાં 12 નવેમ્બરથી 7 નવેમ્બર વચ્ચે ચૂંટણી યોજાઇ શકે છે. સાથે જ અહીં બે તબક્કામાં મતદાન થઈ શકશે.
Advertisement