Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને (Gujarat Election)લઈને  વિવિધ પક્ષો અવનવા આયોજન કરી મતદારોને આકર્ષી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર(Himmatnagar)વિધાનસભામાં અપક્ષ (Independent candidate) ઉમેદવાર મગનલાલ(Maganlal Solanki)પ્રચાર માટે પોતાની મૂછોથી  જાણીતા બન્યા છે. હિંમતનગર વિધાનસભામાં તેમની મૂછોના પગલે લોકો વિશેષ આકર્ષિત થઈ રહ્યા છે તેમજ મગનલાલ સોલંકીનું માનવું છે કે તેમની જીત થશે તો મોંઘવારી રોજગારી તેમજ ખેડૂતોને àª
હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ  આ રીતે કરે છે પ્રચાર

ગુજરાત વિધાનસભામાં ચૂંટણીને (Gujarat Election)લઈને  વિવિધ પક્ષો અવનવા આયોજન કરી મતદારોને આકર્ષી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર(Himmatnagar)વિધાનસભામાં અપક્ષ (Independent candidate) ઉમેદવાર મગનલાલ(Maganlal Solanki)પ્રચાર માટે પોતાની મૂછોથી  જાણીતા બન્યા છે. હિંમતનગર વિધાનસભામાં તેમની મૂછોના પગલે લોકો વિશેષ આકર્ષિત થઈ રહ્યા છે તેમજ મગનલાલ સોલંકીનું માનવું છે કે તેમની જીત થશે તો મોંઘવારી રોજગારી તેમજ ખેડૂતોને સહાય રૂપ બનશે.

Advertisement

વિધાનસભામા હોય તેવું પહેલી વાર જોવા મળી રહ્યું છે કે લોકો અપક્ષ ઉમેદવાર પોતાની મૂછનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે કરી રહ્યા હોય વાત છે સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરતા મગનલાલ સોલંકીની તેઓ હિંમતનગર વિધાનસભામાં સફરજનના નિશાન ઉપર ધારાસભ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે.સાબરકાંઠા ના હિંમતનગર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર મગનલાલ સોલંકી એક એવા ઉમેદવાર કે જે પોતાની મૂછો ને તાવ આપી ને લોકો માટે આકર્ષિત કરીને પ્રચાર કરતા હોય એવા આ સ્ટાર પ્રચારક બની રહ્યા છે તેમજ સ્થાનિક મતદારો પણ તેમને જોવા વિશેષ સમય ફાળવી રહ્યા છે
સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મગનભાઈ કે જે પોતાની મૂછોને મહત્વ આપી પ્રચાર માટે મહત્વ રૂપ બની છે. મૂછો હો તો મગનભાઈ જેવીના લોકોના બોલ પડે છે. સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભા બેઠક પરથી 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી અપક્ષ ઉમેદવારોમાંથી મગનભાઈ સોલંકીમાં રસ પડ્યો છે. મગનભાઈની મૂછો જે જાણીને નવાઈ પમાડે તેવું છે કે પોતાની મૂછોને કારણે ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યા છે. મગનભાઈ સોલંકી દેશ માટે આર્મીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી આતંકવાદીઓ સહિત વિવિધ યુદ્ધ મોરચે પોતાની ફરજ નિભાવી નિવૃત્ત છે. 
હાલમાં લોકસભા બાદ હિંમતનગર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે તેઓએ દેશ માટે કારગીલ યુધ્ધ સહિત શ્રીલંકા,ચીન સહિત આતંકવાદી ગતિવિધિઓ મા પણ વિવિધ લડાઈ લડી ચૂક્યા છે. મગનભાઈ પોતે ભારતીય સૈન્યમાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા મગનભાઈ સોલંકી સૈન્યમાં કામગીરી બદલ 6 મેડલ મેળવી ચૂક્યા છે. મગનભાઈનું કહેવું છે કે ખેડૂતોને દેવામાફી, બેરોજગારી, પાક વીમાનો પ્રશ્ન અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની હાલત કફોડી બનતા તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
હિંમતનગર વિધાનસભા માટે અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી આ અગાઉ લોકસભામાં પણ ટ્રેક્ટરના નિશાન ઉપર ચૂંટણી લડી ચૂક્યા છે સાથોસાથ 2017 ની વિધાનસભામાં પણ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડે હતા જેમાં ધારાસભ્ય પદે 1400 જેટલા મત મળ્યા હતા તેમ જ લોકસભામાં 2500 જેટલા મત મળ્યા હતા આ વખતે તેમને પોતાનું નિશાન સફરજન પસંદ કર્યું છે અને જો હિંમતનગર ના ધારાસભ્ય તરીકે મતદારો જીતાડશે તો આગામી સમયમાં તેમની પાયાની પ્રાથમિકતા શિક્ષણ રોજગાર તેમજ મોંઘવારીને પાયાથી દૂર કરવાની રહેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.