Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણો સમાજ કે જેઓ અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો છે તેમના માટે આ કામ ભગીરથ કામ- વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. 20 કરોડના ખર્ચે મોદી શિક્ષણ સંકુલ બનાવવમાં આવ્યું છે. 12 માળની હોસ્ટેલમાં 116 રૂમ બનાવવમાં આવશે. અતિથિ કક્ષ, રસોઇ ઘર 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.  સેવા, શિક્ષણ, સંસ્કૃતિ આપણી ઓળખ છે- મુખ્યમંત્રી શ્રà
આપણો સમાજ કે જેઓ અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો છે તેમના માટે આ કામ ભગીરથ કામ  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરાયું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. 20 કરોડના ખર્ચે મોદી શિક્ષણ સંકુલ બનાવવમાં આવ્યું છે. 12 માળની હોસ્ટેલમાં 116 રૂમ બનાવવમાં આવશે. અતિથિ કક્ષ, રસોઇ ઘર 400થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement


સેવા, શિક્ષણ, સંસ્કૃતિ આપણી ઓળખ છે- મુખ્યમંત્રી શ્રી 
આ પ્રંસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પેટેલે કહ્યું કે સમસ્ત મોઢ ગુજરાતી સમાજના યશસ્વી વડાપ્રધાન લોકોની અપેક્ષા પૂરૂ કરવાના અશ્વમેધ યજ્ઞનો પ્રાંરંભ કર્યો છે. 21 વર્ષમાં ગુજરાતની પ્રગતિ માટે પ્રયત્નશીલ કર્યા છે. વિકાસનો માર્ગ દેશને બતાવ્યો છે. સરકાર દરેક વર્ગને શિક્ષણ, મેડિકલ, ઘર તમામ પાયાની સુવિધા આપે છે. સરકાર સાથે આજે સમાજના સંગઠનની તાકાત આવે તો સોનામાં સુગંધ ભળે, છેવાડાનાં બાળકોને સારી શૈક્ષણિક ક્ષેત્રે મોદી સમાજ આગળ વધશે. ગુજરાતમાં દરેકને ઘરનું ઘર અને શિક્ષણ સરકાર આપવા કટિબદ્ધ છે. આજે ગુજરાતમાં 102 યુનિવર્સિટી છે. રાજ્ય સરકારે 34હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં કર્તવ્યબદ્ધ બનીએ,  સેવા, શિક્ષણ, સંસ્કૃતિ આપણી ઓળખ છે.  

આપણા સમાજ કે જે અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો છે તેમના માટે આ કામ ભગીરથ કામ- પી.એમ મોદી
પોતાના સમાજના શિક્ષણસંકુલના ઉદ્ધાટન પ્રસંગે વાડાપ્રધાનશ્રીએ ગૌરવ સાથે કહ્યું કે ગઇ કાલે મા મોઢેશ્વરીના દર્શન કર્યા આજે સમાજ દેવતાના દર્શન કર્યા, એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જનરલ કરિયપ્પાએ કહ્યું હતું કે દરેક લોકો તેમને સેલ્યૂટ  કરતાં, પરંતું જ્યારે તે પોતાના ગામમાં ગયાા ત્યારે જે સન્માન કર્યું તે અલગ અનૂભિતિ હતી. મારી માટે પણ  આ ઘન્ય ઘડી છે. તમે શિલાન્યાસ કર્યો હતો ત્યારે આગ્રહ વશ આવ્યો હતો. તે સમયે નરહરિ અમીને કહ્યું કે અમારો સમાજ હોય તો કરોડો રુપિયા ભેગાં થઇ ગયાં હોય પરંતુ આ આપણા સમાજ કે જે અત્યંત સામાન્ય જીવન જીવનારા લોકો માટે આ કામ ભગીરથ કામ હતું, તેને તમે સાકાર કર્યું આ કામ કરવા અભિનંદન આપું છું. તમે  લક્ષ્ય છોડ્યું નહી, દુનિયામાં એજ સમાજ આગળ આવ્યાં જેમણે શિક્ષણને પ્રાથમિકતા આપી, પહેલાં આપણે તલાટીને પણ કલેક્ટર માનતા આજે સમાજ આગળ આવ્યો છે. 
આ સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે ક્યારેય કોઇ કામ લઇનેે આવ્યો નથી- પી.એમ મોદી
તમે કોઇ પણ કામ કરવાના બદલે શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યાં આ રસ્તે જ સમાજનું કલ્યાણ છે. આપણો સમાજ વિખરાયેલો છે. તેથી ખાસ કોઇ નોંધ ન હતી, એક સમાજ તરીકે આપણા માટે ગર્વની વાતછે. આપણે કોઇને નડ્યા નથી, આજે બધાં ભેગા સંધે શક્તિ કલિયુગે .. કોઇને નડવા માટે નહીં કાવાદાવામાટે નહી , વ્યક્તિગતરૂપે પણ સમાજનો આભાર માનવો છે. આજ સમાજનો દીકરો ગુજરાતમાં લાંબામાં લાંબો સમય મુખ્યમંત્રી રહ્યો હોય,  આ સમાજનો જ દીકરો બીજી વખત દેશનો વડાપ્રધાન રહ્યો હોય તેમ છતાં આ સમાજનો એક પણ વ્યક્તિ મારી પાસે કામ લઇનેે મારી પાસે આવ્યો નથી. દરેકને હક હતો છતા રાજનિતિમાં મારું કુટુંબ પણ મારાથી ઝોજનો દૂર રહ્યું, તે માટે તમારો આભાર  

ડીગ્રી વાળા કરતાં હુનરવાળાની તાકાત વધારે છે- પી.એમ મોદી 
આપણો સમાજ ક્યારે કોઇને નડ્યો નથી. જેમ કોઇ સમાજને આપણે નડ્યાં નહી. મારે આ માટે તમારું ઋણ ચૂકવાનું છે. એટલા માટે આ સમાજને સલામ, આ સમાજને આદર પૂર્વક વંદન કરુ છું. દરેક નવી પેઢી આગળ વધે તે માટે સલાહ છે, જો બાળક ન ભણે તો તેને સ્કીલમાં આગળ વધારજો. તેને નાનમ નગણશો, ડીગ્રી વાળા કરતાં હુનરવાળાની તાકાત વધારે છે. સિંગાપુરમાં ગયો ત્યારે નાનકડીઆઇ.ટી.આઇ બનવી  પહેલાં અમારા દેશમાં બધા આઇ.ટી.આઇની કિંમત નથી. હવે લાગવગથી અહીં પ્રવેશ લેવાં આવે છે. હવે મોટાપાયે બાળકો સ્કીલ ડેવલપમેન્ટ માટે આગળ વધવાનુંછે. શ્રમને નાનો ન ગણીએ, જરાયહીનતા ન અનુભવીએ, બીજા કોઇ સમાજ માટે ખોટું નથી કર્યુ, આવનારી પેઢી ગૌરવભેર આગળ વધશે.
Advertisement
Tags :
Advertisement

.