Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારોને રીઝવવાની નેતાઓ પાસે આજે છેલ્લી તક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના બીજા તબક્કાના મતદાન માટે હવે માત્ર બે દિવસ બચ્યા છે. આજે સાંજથી બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર (Election Campaign) બંધ થઇ જશે. પ્રચારના આજે છેલ્લા દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે ઠેર ઠેર રોડ શો, રેલીઓ અને જાહેરસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.ઠેર ઠેર રોડ શો અને સભા યોજાશેઆદર્શ આચાર સંહિતા મુજબ બીજા àª
02:42 AM Dec 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના બીજા તબક્કાના મતદાન માટે હવે માત્ર બે દિવસ બચ્યા છે. આજે સાંજથી બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર (Election Campaign) બંધ થઇ જશે. પ્રચારના આજે છેલ્લા દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે ઠેર ઠેર રોડ શો, રેલીઓ અને જાહેરસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ઠેર ઠેર રોડ શો અને સભા યોજાશે
આદર્શ આચાર સંહિતા મુજબ બીજા તબક્કા માટે આજે સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થઇ જશે. પ્રચારના છેલ્લા દિવસે મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા રોડ-શો,રેલીઓથી મતદારોને રીઝવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આજે ઠેર ઠેર ભાજપ-કોંગ્રેસ સહિત પક્ષોના રોડ શો અને સભાનું આયોજન કરાયુ છે. 
ભાજપની ઠેર ઠેર સભા
ભાજપના સ્ટાર પ્રચારકોનો આજે ઝંઝાવાતી પ્રચાર થશે. યુપીના CM યોગી આદિત્યનાથ ધોળકા,ચકલાસી,ખંભાતમાં સભા યોજશે જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની ધાનેરા,ક્વાંટ,બોરસદમાં  સભા યોજવામાં આવી છે. મોડાસા અને સિદ્ધપુરમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો રોડ શો યોજવામાં આવ્યો છે. કલોલમાં હર્ષ સંઘવીનો રોડ શો યોજવામાં આવ્યો છે. 

બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં
5 ડિસેમ્બરે સોમવારે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે જેમાં 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં અમદાવાદની ૨૧ બેઠકમાં સૌથી વધુ ૨૪૯ ઉમેદવારો, બનાસકાંઠામાં ૭૫ ઉમેદવારો,વડોદરામાં ૭૨ ઉમેદવારો, આણંદમાં ૬૯ ઉમેદવારો, મહેસાણામાં ૬૩ ઉમેદવારો, ગાંધીનગરમાં ૫૦ ઉમેદવારો, ખેડામાં ૪૪ ઉમેદવારો, પાટણમાં ૪૩ ઉમેદવારો, પંચમહાલમાં ૩૮ ઉમેદવારો, દાહોદમાં ૩૫ ઉમેદવારો, અરવલ્લીમાં ૩૦ ઉમેદવારો, સાબરકાંઠામાં ૨૬ ઉમેદવારો, મહીસાગરમાં ૨૨ ઉમેદવારો અને  છોટા ઉદેપુરમાં ૧૭  ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
આ પણ વાંચો--ઝંઝાવાતી પ્રચાર બાદ હવે મતદાન કરવા આવશે વડાપ્રધાનશ્રી, અહીંથી કરશે મતદાન, જાણો
Tags :
Election2022ElectionCampaignGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article