Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાના આ ઉમેદવાર સૌથી વધુ ધનિક જ્યારે આ મંત્રીનું દેવુ ઘટયું અને સંપત્તિ વધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election)  માટે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તેમાં ઉમેદવારોને એફિડેવીટ કરીને પોતાની સ્થાવર જંગમ મિલકતો વિશે ચૂંટણી પંચને જાણ કરવી પડે છે અને તેના દ્વારા મતદારોને જે તે ઉેમદવાર પાસે કેટલી મિલકતો અને રોકાણ છે તે સહિતની માહિતીની જાણ થાય છે. સમાચાર મળે છે કે  ઉમેદવારોએ જાહેર કરેલી એફિડેવીટ મુજબ  વડોદરા (Vadodara)  જીલ્લાની વ
વડોદરાના આ ઉમેદવાર સૌથી વધુ ધનિક જ્યારે આ મંત્રીનું દેવુ ઘટયું અને સંપત્તિ વધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election)  માટે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી રહ્યા છે ત્યારે તેમાં ઉમેદવારોને એફિડેવીટ કરીને પોતાની સ્થાવર જંગમ મિલકતો વિશે ચૂંટણી પંચને જાણ કરવી પડે છે અને તેના દ્વારા મતદારોને જે તે ઉેમદવાર પાસે કેટલી મિલકતો અને રોકાણ છે તે સહિતની માહિતીની જાણ થાય છે. સમાચાર મળે છે કે  ઉમેદવારોએ જાહેર કરેલી એફિડેવીટ મુજબ  વડોદરા (Vadodara)  જીલ્લાની વાઘોડીયા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું જણાઇ રહ્યું છે જ્યારે રાજ્ય સરકારના મંત્રી અને શહેર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનું પાંચ વર્ષમાં દેવું ઘટયું અને સંપત્તિમાં વધારો થયો હોવાનું જણાઇ રહ્યું છે.  
જાણો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સંપત્તી
ઉમેદવારના એફિડેવિટની વિગતો  જોતાં વાઘોડિયાનાા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું જણાઇ રહ્યું છે.  ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ  110 કરોડ રૂપિયાની છે. એફિડેવીટ મુજબ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પત્ની પણ લખપતિ છે અને તેમની કુલ સંપત્તિ 90 લાખ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર 27 કરોડનું  દેવું છે. ઉપરાંત ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત  46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ છે.  ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના  વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 2017માં જંગમ મિલકતો 50.58 કરોડ રૂ હતી અને  તેમના પત્નીની મિલકતો 4.99 કરોડ રૂ હતી જ્યારે આશ્રિતની 16.28 લાખ હતી. સ્થાવર મિલકત 45.91 કરોડ હતી હતી.  પત્નીની 4.99 કરોડ રૂપિયા છે અને આશ્રિત 16.91 લાખ હતી. તેમનું દેવું 33.33 કરોડ રૂ. હતું . 2022 માં તેમની સંપત્તિમાં વધારો થયો હતો. તેમની  કુલ જંગમ મિલકત ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 46.79 કરોડ થઈ હતી અને પત્નીની 73.46 લાખ રૂ ની થઈ હતી. આશ્રિત ની 22.43 લાખ જંગમ મિલકત હતી. તેમની કુલ  સ્થાવર મિલકત જોઇએ તો  ધર્મેન્દ્રસિંહ વાઘેલાની  64 કરોડ રૂપિયા અને પત્નીની કુલ સ્થાવર મિલકત 17.75 લાખ રૂ. થઈ હતી તથા દેવું  27 કરોડ રૂ છે . તેમની સામે હાલ એક પણ કેસ નથી અને તેઓ ધોરણ 10 સુધી ભણેલા છે.

મંત્રી મનિષાબેનની કેટલી મિલકતો
બીજી તરફ  વડોદરા શહેર વિધાનસભાના ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલનાં એફિડેવિટની વિગતો જોઇએ તો મંત્રી મનીષાબેન વકીલનું પાંચ વર્ષમાં દેવું ઘટયું અને સંપત્તિમાં વધારો થયો હતો. મનીષા વકીલના જંગમ મિલકતમાં 5 વર્ષમાં 5 ગણો વધારો થયો, જ્યારે પતિ રાજીવ વકીલની જંગમ મિલકતમાં 10 ગણો વધારો થયો  છે. 5 વર્ષમાં મનીષા વકીલનો પુત્ર લખપતિ  બન્યો છે. પુત્રની જંગમ મિલકત શૂન્ય હતી જે વધી 22,18,654 થઈ છે જ્યારે મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલની સ્થાવર મિલકત 5 વર્ષમાં બમણી થઈ છે. 
મનીષા વકીલ અને પતિ રાજીવ વકીલનું 5 વર્ષમાં દેવું 22 લાખથી ઘટી 18.50 લાખ થયું. તેમણે 5 વર્ષમાં બે નવી કારની ખરીદી કરી છે અને ખેતીની જમીનની પણ  ખરીદી કરી છે.  મનીષાબેન વકીલની 2017માં જંગમ મિલકતો 7,93,633 રૂ હતી અને તેમના પતિ રાજીવ વકીલની 6,20,331 રૂ હતી.હાથ પર રોકડ 5/5 હજાર રૂપિયા હતી . તેમની સ્થાવર મિલકત 35 લાખ રૂ. હતી અને દેવું 22 લાખ હતું . 2022માં તેમની  સંપત્તિમાં વધારો થયો છે. મનીષાબેનના હાથમાં રોકડ 5000થી વધી 74000 રૂ થઇ છે અને  પતિ રાજીવ વકીલના હાથમાં રોકડ 5000 થી વધી 62 હજાર રૂ અને પુત્રના હાથમાં રોકડ 12500 રૂપિયા છે. તેમની કુલ જંગમ મિલકત જોઇએ તો મનીષાબેન વકીલની 37,94,492ની અને  પતિની 62,74,444 રૂ અને પુત્રની  22,18,654 રૂપિયા થઈ  છે. મનીષાબેન વકીલની સ્થાવર મિલકત 38,50,000 રૂપિયા અને પતિ રાજીવ વકીલની કુલ સ્થાવર મિલકત 39,00,000 રૂ અને મનીષાબેન વકીલનું દેવુ 9,10,131 રૂ અને પતિનું દેવું 9,34,903 રૂ છે. 

 કેતન ઇનામદારની શું સ્થિતિ
બીજી તરફ સાવલી બેઠકના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારનું 5 વર્ષમાં દેવું વધ્યું અને મિલકત પણ વધી છે જ્યારે કેતન ઇનામદારની જંગમ મિલકત 5 વર્ષમાં અઢી ઘણો વધારો થયો અને  પત્નીની જંગમ મિલકતમાં 2 ઘણો વધારો થયો છે. કેતન ઇનામદારની સ્થાવર મિલકત 1.47 કરોડથી વધી 1.87 કરોડ થઈ છે અને પત્નીની સ્થાવર મિલકત 75 લાખથી વધી 1.20 કરોડ થઈ છે. 
કેતન ઇનામદારનું દેવું 5 વર્ષમાં 10 લાખથી વધી 30 લાખ થયું  છે. કેતન ઇનાદારની 2017માં જંગમ મિલકતો 20,90,449 રૂ હતી અને તેમના પત્નીની 8,52,000 રૂ હતી જ્યારે હાથ પર રોકડ 1,78,000 હજાર રૂપિયા હતી . પત્નીની રોકડ રકમ 78000 હતી. દંપતી પાસે 62 તોલા સોનું છે અને સ્થાવર મિલકત  1,47,78,000 રૂ. હતી અને પત્નીની 7500000 લાખ રૂપિયા હતી. કેતનભાઇના હાથમાં રોકડ 1,78,000થી વધી 2,78,000 રૂ થઇ છે જ્યારે પત્નીના 78000 હાથમાં રોકડ હતી જે 78 હજાર જ રહી . કેતમન ઇનામદારની કુલ જંગમ મિલકત  55,86,977ની થઈ  છે જ્યારે પત્નીની 15,56,000 રૂ ની થઈ છે અને કુલ સ્થાવર મિલકત  1,87,78000 રૂપિયા અને પત્નીની કુલ સ્થાવર મિલકત 1.20 કરોડ રૂ. થઈ છે તથા તેમનું દેવુ 30,43,470 રૂ છે અને સોનુ 70 તોલા થયું છે.  કેતન ઇનામદારના 2017માં 7 કેસ હતા અને  તમામ કેસોનો નિકાલ થયો છે અને હાલ એક પણ કેસ નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.