Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપના આ સ્ટાર પ્રચારકો કરશે ઝંઝાવાતી પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કાર્ય માટે ભાજપે પાંચ હેલિકોપ્ટર ગાધીનગર કમલમ ખાતેના તેના કાર્યાલય પર મંગાવ્યા છે. ભાજપે તેના સ્ટાર પ્રચારકો માટે આ હેલિકોપ્ટરો મંગાવ્યા છે. હેલિકોપ્ટર ઉતારવા માટે કમલમની બાજુમાં તાબડતોબ  હેલિપેડ પણ ઉભા કરી દેવાયા છે. એટલે કે, ભાજપ આ વખતની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા, ડોર ટુ ડોરથી લઇ ડિનર ડિપ્લોમસીની રણનીતિ સાથે સાથે હાઇફાઇ પ્રચાર પણ કરશે તે સ્પ
વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપના આ સ્ટાર પ્રચારકો કરશે ઝંઝાવાતી પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કાર્ય માટે ભાજપે પાંચ હેલિકોપ્ટર ગાધીનગર કમલમ ખાતેના તેના કાર્યાલય પર મંગાવ્યા છે. ભાજપે તેના સ્ટાર પ્રચારકો માટે આ હેલિકોપ્ટરો મંગાવ્યા છે. હેલિકોપ્ટર ઉતારવા માટે કમલમની બાજુમાં તાબડતોબ  હેલિપેડ પણ ઉભા કરી દેવાયા છે. એટલે કે, ભાજપ આ વખતની ચૂંટણીમાં સોશ્યલ મીડિયા, ડોર ટુ ડોરથી લઇ ડિનર ડિપ્લોમસીની રણનીતિ સાથે સાથે હાઇફાઇ પ્રચાર પણ કરશે તે સ્પષ્ટ થઇ ગયુ છે. 
હેલિકોપ્ટર ઉતારવા માટે કમલમની બાજુમાં તાબડતોબ હેલિપેડ પણ ઉભા કરી દેવાયા 
આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના સ્ટાર પ્રચારકોને ગાંધીનગરથી રાજયના જુદા જુદા વિસ્તારો અને સ્થળો પર લઇ જવા માટે હાઇટેક સુવિધાના ભાગરૂપે ભાજપે બેંગ્લોર, દિલ્હી અને મુંબઇથી પાંચ હેલિકોપ્ટર મંગાવ્યા છે. ભાજપે હેલિકોપ્ટર એટલા માટે મંગાવ્યા કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના તેના સ્ટાર પ્રચારકોને ગાંધીનગર-અમદાવાદથી ચૂંટણીલક્ષી જાહેરસભા કે પ્રચારસભાના સ્થળોએ તાત્કાલિક ગણતરીની મિનિટોમાં પહોંચાડી શકાય અને ત્યાંથી કદાચ બીજા સ્થળોએ પણ જવાનું આયોજન થાય તો ઇલેકશન સ્ટ્રેટેજીના ભાગરૂપે તેને પણ સમયના દ્રષ્ટિકોણથી પહોંચી વળાય તે હેતુથી આ હેલિકોપ્ટર મંગાવ્યા છે. કારણ કે, સ્ટાર પ્રચારકોની જાહેરસભા એકથી વધુ સ્થળોએ અને એકથી વધુ સંખ્યામાં હશે, તેથી તેમને સમયની કટોકટી રહેશે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં ભાજપે પાંચ હેલિકોપ્ટર અત્યારથી જ મંગાવી લીધા છે.

હેલિકોપ્ટર રાખવા માટે ગાંધીનગર કમલમની બાજુમાં બે હેલિપેડ પણ ઉભા કરી દેવાયા છે. 

ભાજપ સ્ટાર પ્રચારકો 
  • પીએમ નરેન્દ્ર મોદી
  • અમિત શાહ 
  • જે.પી. નડા
  • આદિત્યનાથ યોગી
  • શિવરાજસિંહ ચૌહાણ
  • રાજનાથ સિંહ
  • સ્મૃતિ ઇરાની
  • ધર્મેન્દ્ર પ્રધાન
  • દેવેન્દ્ર ફડણવીસ
  • હેમામાલિની
  • રવિ કિશન
  • મનોજ તિવારી
ત્યારે બીજી  તફર  ગુજરાતમાંના  જિલ્લાઓમા  ભાજપના  સ્ટાર પ્રચારકો આવતી કાલે  આવશે. આ સ્ટાર પ્રચારકોની જાહેરસભા એકથી વધુ સ્થળોએ અને એકથી વધુ સંખ્યામાં હશે, તેથી તેમને સમયની કટોકટી રહેશે તે સ્વાભાવિક છે. 
  • કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા
  • પરષોત્તમભાઈ  રૂપાલા 
  • ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવ  પ્રસાદ  મોર્ય 
  • કેરળના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રન 
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 

Advertisement
Tags :
Advertisement

.