Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બટાકા પૌંઆના 20 અને પંજાબી સમોસાના 40 રુ, ઉમેદવારો માટે નક્કી કરાયા આ ભાવ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે તમામ રાજકીય પક્ષો (Political Parties)એ મોટાભાગની બેઠકો પર પોતાા ઉમેદવારો (Candidate) જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવાયો છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણી તંત્રએ ઉમેદવારો માટે પોતાના કાર્યકરો અને સમર્થકોને ચા નાસ્તાના ખર્ચા (Expenses) માટે ભાવ પણ નક્કી કરી દીધો છે અને à
બટાકા પૌંઆના 20 અને પંજાબી સમોસાના 40 રુ  ઉમેદવારો માટે નક્કી કરાયા આ ભાવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે તમામ રાજકીય પક્ષો (Political Parties)એ મોટાભાગની બેઠકો પર પોતાા ઉમેદવારો (Candidate) જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવાયો છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર પણ ચૂંટણી માટે સજ્જ બન્યું છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણી તંત્રએ ઉમેદવારો માટે પોતાના કાર્યકરો અને સમર્થકોને ચા નાસ્તાના ખર્ચા (Expenses) માટે ભાવ પણ નક્કી કરી દીધો છે અને તે મુજબ દરેક ઉમેદવારે પોતાના મતવિસ્તારમાં ખર્ચ કરવાનો રહેશે. 

ચૂંટણી કાર્યાલયમાં ભારે ચહલપહલ
ચૂંટણી આવે એટલે શહેરી હોય કે ગ્રામ્ય મતવિસ્તાર, રાજ્યના દરેક ખૂણે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે. રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં અલગ અલગ સ્થળે કામચલાઉં ચૂંટણી કાર્યાલય પણ શરુ કરે છે. ચૂંટણી કાર્યાલયમાં રોજ વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યકરો અને સમર્થકોનો જમેલો જોવા મળે છે. અહીં રણનીતિ ગોઠવીને ચૂંટણી પ્રચાર થાય છે. 
કાર્યકરો અને સમર્થકો માટે ખર્ચો 
સ્વભાવિક છે કે ઘરબાર છોડીને ઉમેદવાર માટે પ્રચાર કાર્ય કરી રહેલા કાર્યકરો અને સમર્થકો માટે ઉમેદવાર ચા નાસ્તો કરાવે છે. ઉમેદવારને આ માટે ખર્ચો પણ કરવો પડે છે. ઉમેદવારો કાર્યાલયમાં મંડપ પણ બંધાવે છે અને આરામ કરવાની પણ વ્યવસ્થા કરતા જોવા મળે છે. 

ચૂંટણી તંત્રએ ભાવ નક્કી કર્યા 
ચૂંટણી તંત્ર સમક્ષ ઉમેદવારોએ પોતે કરેલા ખર્ચાની માહિતી પણ જાહેર કરવી પડે છે. તાજેતરમાં મળેલી બેઠકમાં  વિવિધ ચીજોના ભાવ પણ નક્કી કરાયા હતા અને નક્કી કરાયેલા આ ભાવ મુજબ જ ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં ખર્ચો કરવાનો રહેશે.
તમામ ચીજો માટે ભાવ નક્કી કરાયા
ચૂંટણીમાં ચા નાસ્તાના ભાવ નક્કી કરાયા છે તો સાથે સાથે ઉપયોગમાં લેવાનારા વાહનોનો પણ કિલોમીટર મુજબ ભાવ નક્કી કરાયો છે. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મંડપ,, ઝેરોક્ષ, ડેકોરેશન સહિતના સાધનો માટે પણ ચૂંટણી તંત્ર દ્વારા ભાવ નક્કી કરાયા છે. 
આ રહ્યા ભાવ 
  • આખી ચા કોફીના 15 રુપિયા
  • અડધી ચા--10 રુપિયા
  • દૂધ એક ગ્લાસ--20 રુપિયા
  • સાદી ગુજરાતી થાળી--90 રુપિયા
  • બ્રેડ બટર--25 રુપિયા
  • કોર્નફ્લેક્સ--35 રુપિયા
  • બિસ્કિટ--20 રુપિયા
  • પાણીની બોટલ--20 રુપિયા
  • 1 પ્લેટ બટાકા પૌંઆ- 20 રુપિયા
  • ઉપમા 1 પ્લેટ-20 રુપિયા
  • દહી છાશ-15 રુપિયા
  • 1 ગ્લાસ લીંબુ પાણી--10 રુપિયા
  • ઉંધીયું-90 રુપિયા
  • પાઉંભાજી--70 રુપિયા
  • પૂરી શાક--40 રુપિયા
  • પરોઠા શાક-70 રુપિયા
  • 100 ગ્રામ ભજીયા--30 રુપિયા
  •  પંજાબી સમોસા 2 નંગ--40 રુપિયા
  • કટલેસ 2 નંગ--30 રુપિયા
  • પ્લાસ્ટીકની ખુરશી--10 રુપિયા
  • સ્ટીલની ખુરશી--50 રુપિયા 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.