Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)પગલે એક પછી એક કોંગ્રેસના (Congress)નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કેસરિયા કર્યા છે. દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ટિકિટની વહેંચણીમાં નાણા મા
કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022)પગલે એક પછી એક કોંગ્રેસના (Congress)નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કેસરિયા કર્યા છે. દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ટિકિટની વહેંચણીમાં નાણા માગ્યાના આરોપ હતા, ત્યારે આક્ષેપ બાદ કામિનીબાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી.
બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. એ.જે. પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ સમિતિ મહામંત્રી જી.એમ.પટેલે કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી કાનજી પટેલ ભાજપમાં જોડાયા છે. સાથે જ નટુજી ઠાકોર, પ્રહલાદ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
Advertisement

કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું કહ્યું હતું.
રાધનપુરના 50થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા
પાટણ રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ લવિંગજી ઠાકોરની સભામાં ભાજપમાં કેસરિયા કર્યા છે. જિલ્લા કોંગ્રેસ સહમંત્રી લક્ષ્મણ આહીર સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રાધનપુર બેઠક પરના 50થી વધુ આગેવાનોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ રાધનપુર વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
દાહોદની લિમખેડા બેઠક પર મોટો અપસેટ
BTP ઉમેદવાર રહેલા રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 500 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. રાજેશ હઠીલાએ BTP ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે. લીમખેડા બેઠક ભાજપનો ગઢ છે. બી.ટી.પીના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.