ગુજરાતમાં(Gujarat) ટિકિટનો વહેંચણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે ભાજપમાં (BJP)થી મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે.સામાન્ય રીતે શિસ્તવાળી પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટી ભાજપમાં પણ આ વર્ષે ભારે નારાજગી જોવા મળી રહી છે.હાલમાં બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખà
ગુજરાતમાં(Gujarat) ટિકિટનો વહેંચણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. જોકે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વર્ષે ભાજપમાં (BJP)થી મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે.સામાન્ય રીતે શિસ્તવાળી પાર્ટી તરીકે ઓળખાતી પાર્ટી ભાજપમાં પણ આ વર્ષે ભારે નારાજગી જોવા મળી રહી છે.
હાલમાં બાયડ અને પાટણના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ગયા છે. હજારોની સંખ્યામાં કાર્યકરો આવતા કમલમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓની વધુ સંખ્યાને જોતા બહાર ગાર્ડનમાં કાર્યકર્તાઓને બેસાડવામાં આવ્યા છે. પોતાના માનિતા ઉમેદવારોને ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા કાર્યકરોની આ નારાજગી ભાજપ માટે આવનારા સમયમાં ચિંતાનો વિષય બની શકે છે.
પત્ની રિવાબા સાથે ફોર્મ ભરતી વખતે હાજર રહેલા રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આજે જામનગર શહેરની બંન્ને વિધાનસભા બેઠકો માટે આજે ઉમેદવારીપત્રો ભરાયા હતા. જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા અને દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી કરી ઉમેદવારી હતી.
ફોર્મ ભરતા પૂર્વે યોજાયેલી સભામાં રિવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. તેમણે કહ્યું હું પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે તેઓએ મારી પત્ની પર વિશ્વાસ મુક્યો. જામનગર માટે જેટલો વિકાસ થાય તેનો કોશિશ રિવા કરશે. તેની કારકિર્દીની શરૂઆત છે અને તેને હજુ ઘણું શીખવાનું છે, મારી પત્ની માટે આ પહેલી મેચ છે, નાના માણસોને મદદ કરવાનો હેતુ છે અમારો. જામનગરમાં થતી મદદ લોકોને અમે કરીશું.
આ પણ વાંચો - કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોનો હોબાળો, ટિકિટ વહેંચણીને લઇને ભરતસિંહ સોલંકીનો વિરોધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.