Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ પાર્ટીમાં ભાડુઆત થોડા છીએ, અમે ભાગીદાર છીએ : મનીષ તિવારી

કોંગ્રેસ પાર્ટી પર સતત સંકટનાં વાદળો છવાયેલા હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં જયરાજસિંહ પરમારનાં પક્ષથી નારાજ હોવાની ચર્ચા હજુ શાંત થઇ નથી અને હવે પાર્ટીનાં નેતા મનીષ તિવારીએ એક એવુ નિવેદન આપ્યુ છે જેણે પાર્ટીનું ધ્યાન ખેંચ્યુ છે.   મનીષ તિવારીએ કોંગ્રેસ છોડવાની અટકળોને નકારી  કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ નહીં છોડે, જો કોઈ તેમને ધક્કો મારીàª
06:55 AM Feb 17, 2022 IST | Vipul Pandya

કોંગ્રેસ પાર્ટી પર સતત સંકટનાં વાદળો છવાયેલા હોય
તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં જયરાજસિંહ પરમારનાં પક્ષથી નારાજ
હોવાની ચર્ચા હજુ શાંત થઇ નથી અને હવે પાર્ટીનાં નેતા મનીષ તિવારીએ એક એવુ નિવેદન
આપ્યુ છે જેણે પાર્ટીનું ધ્યાન ખેંચ્યુ છે.

 

મનીષ તિવારીએ કોંગ્રેસ છોડવાની અટકળોને નકારી 

કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, તેઓ કોંગ્રેસ નહીં છોડે, જો કોઈ તેમને ધક્કો મારીને પાર્ટીમાંથી કાઢી મૂકે તો
અલગ વાત છે. તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા
40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમના પરિવારે પાર્ટી
માટે તેમનું લોહી રેડ્યું છે. તે પાર્ટીનાં ભાડૂત નથી
, પરંતુ ભાગીદાર છીએ. જણાવી દઈએ કે, મનીષ તિવારી શ્રી આનંદપુર
સાહિબથી કોંગ્રેસનાં સાંસદ છે. વરિષ્ઠ નેતા અને સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસ
છોડવાની અટકળોને નકારી કાઢી છે. કોંગ્રેસ પાર્ટી છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે,
અમે કોંગ્રેસ પાર્ટીમાં ભાડુઆત થોડા છીએ
,
અમે ભાગીદાર છીએ. સાથે જ મનીષ તિવારીએ કહ્યું કે,
અશ્વિની કુમારે પાર્ટી છોડી તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, નેતાઓનાં
પાર્ટી છોડવાના કારણે પાર્ટીને જ નુકસાન સહન કરવું પડશે.

 

ટ્વિટર પર બશીર બદ્રની એક પ્રખ્યાત કવિતા પોસ્ટ કરી 

આ પહેલા પણ મનીષ તિવારીએ પોતાના ટ્વિટર પર બશીર
બદ્રની એક પ્રખ્યાત કવિતા પોસ્ટ કરી હતી
,
તેમણે પોસ્ટ કર્યું હતું કે, 'જ્યારે
હું બોલું છું
, ઇલ્મ હૈ વિદ્રોહ કા, હું
ચુપ રહું છું
, ત્યાં લાચારી છે.'
આ પોસ્ટનાં રાજકીય વર્તુળોમાં અનેક અર્થ કાઢવામાં આવી
રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે તે પાર્ટી છોડી શકે છે. જોકે મનીષ તિવારીએ પોતે
સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાર્ટી નહીં છોડે.


પાઘડી પર ન થવી જોઇએ રાજનીતિ

આ પહેલા બુધવારે લુધિયાણામાં તિવારીએ પાઘડીને પંજાબનું ગૌરવ ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “પાઘડી પંજાબનું ગૌરવ છે. તેથી તેને પહેરવા પર રાજનીતિ ન થવી જોઈએ. વળી, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તિવારી પ્રિયંકા ગાંધી પર કટાક્ષ કરી રહ્યા છે.

Tags :
CongressGujaratFirstManishTiwariPunjabTweet
Next Article