Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, બે તબક્કામાં યોજાશે ચૂંટણી

છેલ્લા ઘણા દિવસોથી જેની રાહ લોકો અને ખાસ કરીને નેતાઓ જોઇ રહ્યા હતા તેની હવે કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission) જાહેરાત કરી દીધી છે. જીહા, કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની તૈયારી કરવામાં આવી છે. જેમા પહેલો તબક્કો 1 ડિસેમ્બર જ્યારે બીજો તબક્કો 5 ડિસેમ્બર. ગુજરાત વિધાનસભાની ચૂંà
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર  બે તબક્કામાં યોજાશે ચૂંટણી
છેલ્લા ઘણા દિવસોથી જેની રાહ લોકો અને ખાસ કરીને નેતાઓ જોઇ રહ્યા હતા તેની હવે કેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission) જાહેરાત કરી દીધી છે. જીહા, કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની તૈયારી કરવામાં આવી છે. જેમા પહેલો તબક્કો 1 ડિસેમ્બર જ્યારે બીજો તબક્કો 5 ડિસેમ્બર.
Advertisement



ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર (Gujarat Assembly Election 2022 Date)
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. આ સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.



ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારો મતદાનમાં ભાગ લેશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આ વખતે કુલ 4.9 કરોડ મતદારો મતદાનમાં ભાગ લેશે. જેમાંથી 3,24,422 નવા મતદારો છે.
Advertisement

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર, બોટાદ, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, સુરત, નર્મદા, ભરૂચ, તાપી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર થશે મતદાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં મતદાન થશે.
Advertisement

EC પ્રેસ કોન્ફરન્સના ખાસ મુદ્દાઓ :
  • મોરબી દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના: EC
  • ગુજરાતમાં 4.9 કરોડ મતદારોની સંખ્યા : EC
  • રાજ્યમાં 3.24 લાખ નવા મતદારો નોંધાયા : EC 
  • રાજ્યમાં 51782 મતદાન મથકો : EC 
  • રાજ્યમાં 142 મોડલ મતદાન મથકો બનાવાશે : EC 
  • મહિલાઓ માટે 1274 મતદાન મથકો : EC
  • દિવ્યાંગો માટે 182 વિશેષ પોલીંગ બુથ : EC
  • મહિલાઓ માટે 1274 મતદાન મથકો : EC
  • 33 બૂથ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જેને યુવા અધિકારીઓ મેનેજ કરશે
  • 9.87 લાખ મતદાતા 80 વર્ષની ઉપરના : EC
  • ગુજરાતમાં 4.6 લાખ યુવા મતદાતા : EC
  • ગુજરાતમાં 4.4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો  : EC
  • આ વખતે શિપિંગ કન્ટેનરમાં પણ મતદાન થશે: EC
  • તમામ મતદારો મતાધીકારનો ઉપયોગ કરે : EC
  • થર્ડ જેન્ડરના એનરોલમેન્ટ માટે સ્પેશયલ કેમ્પ લગાવાશે : EC
  • સિનીયર સિટીઝનને ઘરેથી મતદાનની સુવિધા અપાશે : EC
  • નાગરીકો C Vigil મોબાઈલ એપ્લિકેશન મારફતે ફરિયાદ કરી શકશે  : EC
  • ફરિયાદ બાદ 100 મિનીટમાં જવાબ અપાશે : EC
  • KYC દ્વારા મતદારો તેમના ઉમેદવારની માહિતી મેળવી શકે છે : EC
છેલ્લા 27 વર્ષથી છે ભાજપનું શાસન
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે, તેના માટે આ વર્ષે યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી થોડી મુશ્કિલ રહેશે તેવી ચર્ચાઓ થઇ રહી છે. સત્તારૂઢ પાર્ટીને આ વખતે મોંઘવારી અને બેરોજગારી જેવા સૌથી મોટા મુદ્દાઓ પર પડકાર મળી રહ્યો છે. જોકે, બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો તેના કોઇ નેતા જાણે એક્ટિવ જ ન હોય તેવું દેખાઇ રહ્યું છે. જ્યારે તેનાથી વિપરીત આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે.
2017મા બે તબક્કામાં થયું હતું મતદાન
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017મા અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકોમાં જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.  
સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર
ગુજરાત સરકારનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી વર્ષ 2017મા યોજાઈ હતી. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે અને બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે. અહીં છેલ્લે 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર 2017ના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. જેમાં ભાજપે કુલ 99 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો અને અન્ય પક્ષોએ 6 બેઠકો જીતી હતી.
કોના વચ્ચે છે મુખ્ય સ્પર્ધા
જણાવી દઈએ કે, ગુજરાતમાં ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો ચાલી રહ્યો છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી માટે જોરદાર મહેનત કરી રહી છે.
ભાજપને આશા છે કે અમારી પાર્ટી 150થી વધુ બેઠકો મેળવશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે કઇ પાર્ટી સત્તામાં આવશે અને કઇ પાર્ટીને જનતા જાકારો આપશે તેનો આગામી સમયમાં જવાબ મળી જશે. મહત્વનું છે કે, ભાજપના સાંસદ રામ મોકરિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, મોરબીની દુર્ઘટનાનો વિપક્ષ ખોટો મુદ્દો બનાવે છે. ભાજપ ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવશે.
 
Tags :
Advertisement

.