મતગણતરી શરૂ થાય તે પહેલા પંજાબ CMએ કર્યું આ કામ
પંજાબનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ બની શકે છે. આંતરિક કલહથી ઝઝૂમી રહેલી સત્તાધારી પાર્ટી કોંગ્રેસને આમ આદમી પાર્ટી તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલના અંદાજા કેટલા સાચા સાબિત થાય છે તે તો આજે એટલે કે 10 માર્ચે ખબર પડી જ જશે. પંજાબમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ જશે. દિવસના અંત સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે કે પંજાબના લોકોએ કઇ પાર્ટીને પસંદ કરી છે. જોકે, આ પàª
પંજાબનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ બની શકે છે. આંતરિક કલહથી ઝઝૂમી રહેલી સત્તાધારી પાર્ટી કોંગ્રેસને આમ આદમી પાર્ટી તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલના અંદાજા કેટલા સાચા સાબિત થાય છે તે તો આજે એટલે કે 10 માર્ચે ખબર પડી જ જશે.
પંજાબમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ જશે. દિવસના અંત સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે કે પંજાબના લોકોએ કઇ પાર્ટીને પસંદ કરી છે. જોકે, આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચણરજીત સિંહ ચન્નીએ રોપડના ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથા નમાન્યું હતું. અને આજના પરિણામ તેમની પાર્ટી તરફ રહે તેવી પ્રાર્થના કરી હતી.
Advertisement
पंजाब: मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने रोपड़ के गुरुद्वारा श्री कतलगढ़ साहिब में माथा टेका। पंजाब विधानसभा चुनाव के नतीजों की घोषणा आज होगी। #PunjabElections pic.twitter.com/IbmALKMhL7
— ANI_HindiNews (@AHindinews) March 10, 2022
મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોર સુધીમાં સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જવાની ધારણા છે. એક્ઝિટ પોલના અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) પંજાબની 117 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 70 બેઠકો પર બહુમતી મેળવી શકે છે. હાલમાં સત્તાધારી કોંગ્રેસને માત્ર 25 બેઠકોથી જ સંતોષ માનવો પડી શકે છે. ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન પંજાબમાં જ થવાની શક્યતા છે. ભાજપ કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ લોક કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે, જ્યારે અકાલી દળ અને બસપાનું ગઠબંધન છે.
મતગણતરીને ધ્યાનમાં રાખીને, પંજાબના તમામ જિલ્લાઓમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે અને મતગણતરી કેન્દ્રોની બહાર લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, વિજેતા ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓ માત્ર બે વ્યક્તિઓ સાથે પ્રમાણપત્ર મેળવવા માટે મતગણતરી કેન્દ્ર પર જઈ શકશે. તેટલું જ નહીં, વિજય સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 66 સ્થળોએ સ્થાપિત 117 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તેમણે કહ્યું કે, મતગણતરી કેન્દ્રો પર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 45 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને લગભગ 7500 અધિકારીઓ મતગણતરી પ્રક્રિયામાં રોકાયેલા હશે.