Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાનશ્રી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ

વડાપ્રધાનશ્રી (Narendra Modi)ના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) (PM Awas Yojana)અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ (Kutch) જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. જે પૈકી ૦૯ એવા આવાસોમાં ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી,બનાસકàª
વડાપ્રધાનશ્રી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે કરશે વર્ચ્યુઅલ સંવાદ
Advertisement
વડાપ્રધાનશ્રી (Narendra Modi)ના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) (PM Awas Yojana)અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ૧૫૦૦૦ આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ (Kutch) જિલ્લાના ૧૮૩ આવાસોનું પણ લોકાર્પણ કરાશે. જે પૈકી ૦૯ એવા આવાસોમાં ગૃહપ્રવેશ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓનું અંબાજી,બનાસકાંઠા ખાતે જીવંત પ્રસારણ થશે. વડાપ્રધાનશ્રીની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી હોઈ જિલ્લાના ૦૨ લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી અંબાજીથી સીધો સંવાદ કરશે.
આ લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. 

ગાંધીધામ તાલુકાના શિણાય ગામમાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તેમજ ગામવાસીઓ દ્વારા મંદિર પાસે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પંચાયત ઓફિસની આસપાસ સફાઈ કરવામાં આવી હતી. 

શિણાય ગામમાં પંચાયતી પ્રાથમિક કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ  સ્વચ્છતાનું મહત્વ સમજાવતી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટાપાયે વિદ્યાર્થીઓ જોડાયા હતા.


રાપર તાલુકામાં કાનમેર ગામમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ગામમાં બાદરગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટે રેલી કાઢવામાં આવી હતી. આમ કાર્યક્રમ પૂર્વે જિલ્લામાં ઉત્સાહભેર પ્રભાતફેરી, શ્રમદાન, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે.
Tags :
Advertisement

.

×