વડાપ્રધાનશ્રીએ અંબાજી મંદિરમાં રક્ષા કવચ બંધાવ્યું હતું, જાણો રસપ્રદ કહાણી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે અને આજે તેઓ શક્તિપીઠ અંબાજી (Ambaji)ની મુલાકાત લેશે. હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને વડાપ્રધાનશ્રી પણ નવરાત્રિનો ઉપવાસ કરે છે ત્યારે નવરાત્રિના પાંચમા નોરતે વડાપ્રધાનશ્રી મા અંબાના દર્શન કરશે અને ગબ્બર તીર્થ ખાતે જઇને મહા આરતી પણ કરશે. વડાપ્રધાનશ્રીએ અંબાજી મંદિરમાં રક્ષા કવચ બંધાવ્યું હતું. વડાપ્રધાનશ્રીનો ગ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે અને આજે તેઓ શક્તિપીઠ અંબાજી (Ambaji)ની મુલાકાત લેશે. હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને વડાપ્રધાનશ્રી પણ નવરાત્રિનો ઉપવાસ કરે છે ત્યારે નવરાત્રિના પાંચમા નોરતે વડાપ્રધાનશ્રી મા અંબાના દર્શન કરશે અને ગબ્બર તીર્થ ખાતે જઇને મહા આરતી પણ કરશે. વડાપ્રધાનશ્રીએ અંબાજી મંદિરમાં રક્ષા કવચ બંધાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીનો ગુજરાતમાં બીજો દિવસ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રી અમદાવાદમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ બનાસકાંઠા જશે
અંબાજી મંદિરમાં રક્ષા કવચ બંધાવ્યું
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પવિત્ર યાત્રાધામ અંબાજી જશે અને મા અંબાના દર્શન કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 2001માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યાર બાદ પ્રથમ વખત મા અંબાના દર્શન કરવા અંબાજી ગયા હતા. તેમણે અંબાજી મંદિરની ગાદી પર માતાજીના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાનશ્રીએ તે વખતના ભટ્ટજી મહારાજ મહેન્દ્રભાઈ ઠાકર પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું. હાલમાં મહેન્દ્રભાઈ ઠાકરના પુત્રો અંબાજી મંદિર ખાતે પૂજા અર્ચના કરે છે.
આજે વડાપ્રધાનશ્રી મા અંબાના દર્શન કરશે
શુક્રવારે વડાપ્રધાનશ્રી મોદી મા જગદંબાના દર્શન કરશે ત્યારે મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકર પીએમ નરેન્દ્ર મોદીને પૂજા કરાવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વર્ષોથી મા અંબાના પરમ ભક્ત રહ્યા છે અને તેઓ વર્ષોથી બંને નવરાત્રિમાં માત્ર હૂંફાળુ પાણી પી ને ઉપવાસ કરે છે.
અંબાજી સાથે પીએમનો નાતો
વડાપ્રધાનશ્રીનો અંબાજી મંદિર ખાતે તેમનો વિશેષ નાતો રહ્યો છે. તેઓ અંબાજી આવે ત્યારે માતાજીની ગાદી પર જતા અચૂક જતા હોય છે. અંબાજી મંદિરની ગાદીમાં ભટ્ટજી મહારાજ બેસતા હોય છે. શુક્રવારે પણ વડાપ્રધાનશ્રી મા અંબાના દર્શન કરશે.
વડાપ્રધાન ત્રીજી વખત અંબાજી જશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ત્રીજી વખત અંબાજીના દર્શન કરવા જઇ રહ્યા છે. 2001 બાદ તેઓ 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે પણ મા અંબાના દર્શન કરવા અંબાજી ગયા હતા અને દર્શન કરવા ગયા હતા. હવે તે ત્રીજી વખતે અંબાજીની મુલાકાત લઇ રહ્યા છે.
મંદિરમાં તમામ તૈયારીઓ
બીજી તરફ વડાપ્રધાનશ્રીને આવકારવા અંબાજીમા થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રી મા અંબાની વિશેષ પુજા કરશે. તેઓ યંત્રની પણ ગુપ્ત પુજા કરાશે. દેશના આર્થિક વિકાસ માટે અંબાજીમાં વડાપ્રધાનશ્રી પૂજા કરશે.મંદિર ગર્ભગૃહ અને ચાચરચોકમા તૈયારીઓ કરવામાં આવી છે. ચાચરચોકથી ગર્ભગૃહ સુધી ફુલોની હારમાળા લગાવાઇ છે. સાંજે વડાપ્રધાનશ્રીના આગમન સમયે ચાચરચોક દિવડાઓથી ઝગમગી ઉઠશે
અંબાજી મંદિરમાં માતાજીના ત્રણ રુપ
અંબાજી મંદિર ખાતે વિસાયંત્રની પૂજા થાય છે. સવારે માતાજીનું બાળ સ્વરૂપ હોય છે. બપોરે યૌવન સ્વરૂપ હોય છે અને સાંજે વૃદ્ધ સ્વરૂપ હોય છે અંબાજી મંદિર ખાતે માતાજીને સવારે બાળભોગ ધરાવામાં આવે છે. બપોરે 12:00 વાગે સોનાની થાળીમાં રાજભોગ કરાવવામાં આવે છે અને સાંજે આરતીમાં સાયં ભોગ ધરાવામાં આવે છે
Advertisement