ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર આજે થઇ જશે સ્પષ્ટ, ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ

પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર આજે થશે સ્પષ્ટપ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસબપોરે 3 વાગ્યે 89 બેઠકના હરીફોનું ચિત્ર સ્પષ્ટ થશેબીજા તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસબપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશેઆવતીકાલે બીજા તબક્કાની ફોર્મ ચકાસણી પ્રક્રિયા21 નવેમ્બર સુધીમાં બીજા તબક્કામાં ફોર્મ ખેંચી શકાશેબીજા તબક્કામાં અત્યાર સુધી 719 ફોર્મ ભરાયાઆજે છેલ્
05:22 AM Nov 17, 2022 IST | Vipul Pandya
  • પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર આજે થશે સ્પષ્ટ
  • પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ
  • બપોરે 3 વાગ્યે 89 બેઠકના હરીફોનું ચિત્ર સ્પષ્ટ થશે
  • બીજા તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
  • બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
  • આવતીકાલે બીજા તબક્કાની ફોર્મ ચકાસણી પ્રક્રિયા
  • 21 નવેમ્બર સુધીમાં બીજા તબક્કામાં ફોર્મ ખેંચી શકાશે
  • બીજા તબક્કામાં અત્યાર સુધી 719 ફોર્મ ભરાયા
  • આજે છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધસારો
  • 1 ડિસેમ્બરે પ્રથમ,5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
  • 8 ડિસેમ્બરે આવશે વિધાનસભા ચૂંટણીનું પરિણામ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ તબક્કાની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. જીહા, આજે પ્રથમ તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો છે, જેમા આજે બપોરે 3 વાગ્યા સુધી તમામ બેઠકોના હરીફોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વળી બીજા તબક્કામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 
બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એવામાં બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યા સુધી 89 બેઠકોના હરીફોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ત્યારે આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 719 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે, બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારબાદ 18 નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની થશે. 
  • બીજા તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • આજે ઉમેદવારી ફોર્મ ભરવા છેલ્લી ઘડીનો ધસારો
  • 16 નવેમ્બર સુધીમાં 93 બેઠક પર 719 ફોર્મ ભરાયા
  • આવતીકાલે ફોર્મ ચકાસણી,21 નવેમ્બર સુધી ખેંચી શકાશે
  • 5 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠક પર થશે મતદાન
  • પ્રથમ તબક્કાના હરીફ ઉમેદવારોની ચિત્ર આજે થશે સ્પષ્ટ
  • પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ
  • 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકનું થશે મતદાન
અંતિમ ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવાનો ઘસારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની છે. ત્યારે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર ચૂંટણી થવાની છે. વળી આ ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ટીમે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીની કરી દેવાઈ છે. સ્ક્રુટિની બાદ 999 ઉમેદવારી ફોર્મ માન્ય છે. જોકે, આજે ગુરુવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જે કારણોસર ચૂંટણી લડનાર ઉમેદવારોનો ફાઈનલ આંકડો આજે જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વળી આજે અંતિમ ઘડીએ ઉમેદવારી ફોર્મ ભરવાનો ખૂબ જ ઘસારો જોવા મળી શકે  છે. 
આવતીકાલે થશે ફોર્મ ચકાસણી
બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. વળી આ ફોર્મની ચકાસણી આવતીકાલે એટલે કે શુક્રવારે થશે. જોકે, આ કાર્યને 21 નવેમ્બર સુધી ખેંસી શકાશે. મહત્વનું છે કે, 16 નવેમ્બર સુધીમાં 93 બેઠકો પર 719 ફોર્મ ભરાયા છે. આપને જણાવી દઇએ કે, 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન થવાનું છે. આજે પ્રથમ તબક્કાના હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જ્યારે પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થશે મતદાન
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થવાની છે. જેમા પ્રથમ તબક્કામાં કુલ 19 જિલ્લાઓમાં મતદાન થવાનું  છે. જેમા  ભાવનગર, નવસારી, વલસાડ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, પોરબંદર, ભરૂચ, અમરેલી, દ્વારકા, નર્મદા, ડાંગ, જામનગર, તાપી, રાજકોટ, સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. 
બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં થશે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં થવાની છે. જેમા બીજા તબક્કામાં કુલ 14 જિલ્લાઓમાં મતદાન થવાનું છે. જેમા ગાંધીનગર, સાબરકાંઠા, દાહોદ, પાટણ, છોટા ઉદેપુર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ખેડા, અરવલ્લી, મહેસાણા, આણંદ, બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. 
ભાજપ અને કોંગ્રેસને 2017માં કેટલા ટકા વોટ મળ્યા?
આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાર્ટી માટે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એક મોટો પડકાર બની છે. ગુજરાતની વિધાનસભાની 182 બેઠકો પર ગત ચૂંટણીમાં ભજપને 99 બેઠકોમાં જીત મળી હતી તો કોંગ્રેસ પાર્ટીને 77 બેઠકો પર જીત મળી હતી. ઉપરાંત અન્યના ખાતામાં 6 બેઠકો આવી હતી. ગત ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતમાં જીત મેળવવી થોડી મુશ્કિલ દેખાઇ રહી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપને 50 ટકા તો કોંગ્રેસને 42 ટકા વોટ મળ્યા હતા. જોકે, આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાનો જબરદસ્ત પ્રદર્શન બતાવવાની તૈયારીઓ કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સરખામણીએ આમ આદમી પાર્ટી વધુ જોશમાં જોવા મળી રહી છે. જોકે, અંતિમ પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર થયા બાદ સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતની જનતા કોના પર વિશ્વાસ રાખી રહી છે.
આ પણ વાંચો - ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળશે PM મોદી, 3 દિવસમાં 8 ચૂંટણી સભાઓ સંબોધશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022CandidateElection2022FirstPhaseGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article