Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, કનૈયા કુમારથી લઇને સોનિયા ગાંધી પ્રચારમાં જોડાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેમના સ્ટાર પ્રચારકોની એક યાદી તૈયાર કરી લીઘી છે. આ યાદીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કુલ 40 નેતાઓના નામ સામેલ છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સામેલ છે. આ પહેલા ગુજરાતની સત્તાધારી ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પ
04:56 AM Nov 16, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે તે પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેમના સ્ટાર પ્રચારકોની એક યાદી તૈયાર કરી લીઘી છે. આ યાદીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કુલ 40 નેતાઓના નામ સામેલ છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કનૈયા કુમાર અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સામેલ છે. આ પહેલા ગુજરાતની સત્તાધારી ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી છે. 
કન્હૈયા કુમારને ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે કમર કસી રહ્યા છે. દરેક પક્ષ સરકાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી. ઉમેદવારે નોંધણી કરી ચુક્યા છે. ઉમેદવારો પોતાની તરફેણમાં મત મેળવવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. પાર્ટીઓના મોટા નેતાઓ રોડ-શો અને રેલીઓ કરીને પોતાના ઉમેદવારોની તરફેણમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે JNUના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમારને ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યું છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત કન્હૈયા કુમારને પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવીને ગુજરાતની ચૂંટણીમાં મેગા એન્ટ્રી કરવામાં આવી છે.

રાહુલ ભારત જોડો યાત્રામાં લઈ રહ્યા છે ભાગ
પાર્ટીએ નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને સ્થાન આપ્યું છે જેઓ ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. આ સાથે પાર્ટીએ પોતાના બંને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ સાથે કમલનાથ, દિગ્વિજય સિંહ, ભૂપેન્દ્ર હુડ્ડા સહિત અનેક પૂર્વ મુખ્યમંત્રીઓને પણ ગુજરાત ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટાર પ્રચારકો કોણ છે?
સ્ટાર પ્રચારકો એવા નેતાઓ અને સેલિબ્રિટી છે, જેમને ભારે ભીડ દ્વારા જોવા અને સાંભળવામાં આવે છે. લોકો પર તેમનો ઘણો પ્રભાવ હોય છે. સ્ટાર પ્રચારકો તેમના શક્તિશાળી ભાષણો દ્વારા તેમની પાર્ટી અને ઉમેદવાર માટે મત આકર્ષિત કરવાનું કામ કરે છે. તેમની બેઠકો એવા વિસ્તારોમાં યોજાય છે, જ્યાં વોટ મળવાની શક્યતા વધુ હોય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય પક્ષો પોતાના માટે વધુમાં વધુ 40 સ્ટાર પ્રચારકો રાખી શકે છે. અને અજાણ્યા નોંધાયેલા પક્ષો માટે, મર્યાદા 20 સ્ટાર-પ્રચારકો છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી નોંધાવશે, દાદાનું શક્તિ પ્રદર્શન જોવા મળશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022campaignCongressCongressListElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article