Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, ટૂંક સમયમાં પાર્ટી બીજી યાદી કરી શકે છે જાહેર

કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર પહેલા ફેઝના તમામ ઉમેદવારો કોંગ્રેસ આજે કરી દેશે જાહેર કોંગ્રેસનું ઉમેદવારનું લિસ્ટ થયું તૈયાર ટૂંક સમયમાં કોંગ્રેસ બીજી યાદી જાહેર કરશે યાદી તૈયારી કરી દિલ્હી મોકલાઈ મોટાભાગના ધારાસભ્યોને કોંગ્રેસ આપશે વધુ એક તકકોંગ્રેસના ઉમેદવારનું એક્સલુઝીવ લિસ્ટ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધà«
કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ તૈયાર  ટૂંક સમયમાં પાર્ટી બીજી યાદી કરી શકે છે જાહેર
  • કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર 
  • પહેલા ફેઝના તમામ ઉમેદવારો કોંગ્રેસ આજે કરી દેશે જાહેર 
  • કોંગ્રેસનું ઉમેદવારનું લિસ્ટ થયું તૈયાર 
  • ટૂંક સમયમાં કોંગ્રેસ બીજી યાદી જાહેર કરશે 
  • યાદી તૈયારી કરી દિલ્હી મોકલાઈ 
  • મોટાભાગના ધારાસભ્યોને કોંગ્રેસ આપશે વધુ એક તક
  • કોંગ્રેસના ઉમેદવારનું એક્સલુઝીવ લિસ્ટ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે બીજી તરફ આજે કોંગ્રેસ પાર્ટી તેમની બીજી યાદી જાહેર કરી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ પહેલા ફેઝના તમામ ઉમેદવારોની યાદી આજે જ જાહેર કરી દેશે. 
ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે યાદી
કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. હવે માહિતી મળી રહી છે કે, કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. સૂત્રોની માનીએ તો આજે કોંગ્રેસ પાર્ટી આજે તમામ બાકીના ઉમેદવારોની જાહેરાત કરી દેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે અને તેને દિલ્હીમાં મોકલી દેવામાં આવી છે. મોટાભાગના ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટી વધુ એકવાર તક આપી શકે છે. 
કોને મળી શકે છે ટિકિટ?
કોંગ્રેસ પાર્ટી આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે  છે. ત્યારે ગુજરાત ફર્સ્ટના સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટી જેતપુર બેઠક પરથી ડી કે વેકરીયાને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત, કેશોદ બેઠક પરથી હીરાભાઈ જોટવા, વિસાવદર બેઠક પરથી કરશન વાડોદરા અને દ્વારકા બેઠક પરથી મુળુ કંડોરિયા નક્કી કહેવાઇ રહ્યા છે. વળી અમરેલીથી પરેશ ધાનાણી, સાવરકુંડલાથી પ્રતાપ દુધાત, લાઠી બેઠક પરથી વીરજી ઠુમ્મર, રાજુલા બેઠક પરથી અંબરીશ ડેર, ટંકારા બેઠક પરથી લલિત કગથરા, સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા, ધોરાજી બેઠક પરથી લલિત વસોયા, ઉના બેઠક પરથી પૂંજા વંશ, જામજોધપુર બેઠક પરથી ચિરાગ કાલરીયા, ખંભાળિયાથી વિક્રમ માંડમ, ચોટીલાથી ઋત્વિજ મકવાણા, ધંધુકાથી રાજેશ ગોહિલ અને બોટાદ બેઠક પરથી મનહર પટેલને ટિકિટ મળી શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.