Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્ટેન્ડ-અપ કોમેડિયનથી પંજાબના સીએમ પદ સુધી, ભગવંત માન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના શાનદાર પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે.  AAPએ તેના સીએમ ચહેરા ભગવંત માનના નેતૃત્વમાં અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ આ સફળતા હાંસલ કરી હતી. કોમેડિયન તરીકે પોતાની સફર શરૂ કરનાર માન રાજકારણમાં ઘણો લાંબો સફર કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં પંજાબના સીએમ તરીકે શપથ લેશે. આજે પણ ભગવંત માન પંજાબમાં ભાડાના મકાનમાં રહે છે.
01:58 PM Mar 10, 2022 IST | Vipul Pandya
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના શાનદાર પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે.  AAPએ તેના સીએમ ચહેરા ભગવંત માનના નેતૃત્વમાં અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ આ સફળતા હાંસલ કરી હતી. કોમેડિયન તરીકે પોતાની સફર શરૂ કરનાર માન રાજકારણમાં ઘણો લાંબો સફર કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં પંજાબના સીએમ તરીકે શપથ લેશે. આજે પણ ભગવંત માન પંજાબમાં ભાડાના મકાનમાં રહે છે. સંગરૂર સ્થિત ઘરના ધાબા પાસે બનેલા સ્ટેજ પરથી આજે તેમણે પહેલી વાર ભગવંતની બહેન અને માતાએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. માનના બહેન મનપ્રીતે કહ્યું કે આ સમગ્ર પંજાબની જીત છે. માને જીત પછી પહેલા ભાષણમાં પંજાબના લોકોને કહ્યું કે તમે તમારી જવાબદારી સારી રીતે નિભાવી છે. હવે મારી પાસે સારી તક છે. આવો જાણીએ ભગવંત માન સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો

કોમેડી કલાકાર તરીકે પણ સારી એવી ખ્યાતિ પામ્યા
ભગવંત માનનો જન્મ 17 ઓક્ટોબર 1973ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સતોજ ગામમાં જાટ શીખ પરિવારમાં થયો હતો. તેણે સુનમની શહીદ ઉધમ સિંહ સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પરિવારમાં તેમને એક દીકરો અને દીકરી છે. એક ઇન્ટરવ્યૂમાં માને ખુલાસો કર્યો હતો કે કોમેડિયન અને રાજકારણી બન્યાં પછી તે પરિવારને પૂરતો સમય આપી શકતા ન હતાં, તેથી તેઓ તેમની પત્નીથી અલગ થઇ ગયાં હતાં હાલમાં તેમના પત્ની અને બાળકો અમેરિકામાં રહે છે.  ભગવંત રાજકારણમાં જોડાતા પહેલા કોમેડી કલાકાર તરીકે પણ સારી એવી ખ્યાતિ પામ્યા હતા. તેમણે યુથ કોમેડી ફેસ્ટીવલ અને ઈન્ટર કોલેજ કોમેડી સ્પર્ધાઓમાં પોતાનું કોમેડી ટેલેન્ટ બતાવ્યું છે. તે ફેમસ શો 'ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ'માં પોતાના કોમિક પર્ફોર્મન્સથી લોકોને હસાવ્યાં પણ હતાં. 
માન ઇન્ડસ્ટ્રી માં જુગ્નૂના નામે ઓળખાય છે
માને કોમેડી ફેસ્ટિવલ અને આંતર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેણે પંજાબી યુનિવર્સિટી, પટિયાલા ખાતે શહીદ ઉધમ સિંહ સરકારી કૉલેજ, સુનમ માટે સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. માને રાજકારણ, વ્યવસાય અને રમતગમત જેવા સાંપ્રત મુદ્દાઓ વિશે કોમેડીમાં નવી નવી સ્ટાઈલ વિક્સાવી. તેમનું પહેલું કોમેડી આલ્બમ જગતાર જગ્ગી સાથે હતું. તેમણે સાથે મળીને આલ્ફા ETC પંજાબી માટે 'જુગ્નૂ કહેન્દા હૈ' નામનો ટેલિવિઝન કાર્યક્રમ બનાવ્યો. દસ વર્ષ પછી, તેઓ અલગ થઈ ગયા. માને પછી રાણા રણબીર સાથે કોમેડી પાર્ટનરશિપ કરી. તેઓએ સાથે મળીને આલ્ફા ETCપંજાબી માટે ટેલિવિઝન કાર્યક્રમ 'જુગ્નૂ મસ્ત મસ્ત' બનાવ્યો. 
2006માં, માન અને જગ્ગી ફરી જોડાયા અને તેમના શો, નો લાઈફ વિથ વાઈફ સાથે કેનેડા અને ઈંગ્લેન્ડનો પ્રવાસ પણ કર્યો હતો. ટેલિવિઝન કાર્યક્રમ જુગ્નૂ હીટ થતાં ભગવંત માન જુગ્નૂના નામથી ઓળખાવા લાગ્યા. ભગવંત માને બલવંત દુલ્લત દ્વારા દિગ્દર્શિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ "મેં મા પંજાબ ડી" માં પણ અભિનય કર્યો હતો.

2012માં તેમણે લેહરા બેઠક પર તેમને હારનો સામનો કરવો પડ્યો
વર્ષ 2011માં માન પીપલ્સ પાર્ટી ઓફ પંજાબમાં જોડાઈને તેમની રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2012માં તેમણે લેહરા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2014 માં, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ટૂંક સમયમાં અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ સાથી બન્યા. કેજરી વાલે તેમના વિશે કહ્યું હતું કે પંજાબમાં મુખ્ય મંત્રી પદ માટે સૌથી સાફ ચહેરો ભગવંત માન જ છે. 


કોમેડી એ ખૂબ જ ગંભીર વ્યવસાય છે
હાસ્ય કલાકારમાંથી રાજકારણમાં શિફ્ટ થવા પર ભગવંત માને તાજેતરમાં જ તેમણે કહ્યું કે , 'કોમેડી એ ખૂબ જ ગંભીર વ્યવસાય છે. કોમેડી માત્ર હસાવવા માટે જ નહોતી, તે તમને વિચારવા પણ મજબુર કરે છે. વર્ષ 2017માં, તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પર જલાલાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં. વર્ષ 2018 માં માનએ અરવિંદ કેજરીવાલ સામે માનહાનિ કેસમાં અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાની માફી માંગ્યા પછી રાજીનામું આપ્યું હતું, પરંતુ પછીથી તેઓ ફરીથી પાર્ટીમાં જોડાયા હતા.

શહીદ ભગવંત સિંહને માન પોતાના આદર્શ માને છે
આજે ભગવંત માનને પંજાબમાં 'આપ'નો મુખ્ય ચહેરો માનવામાં આવે છે, તેઓ બે વખત સંગરુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.  48 વર્ષીય માનને કેજરીવાલમાં ખૂબ વિશ્વાસ છે. શહીદ ભગવંત સિંહને માન પોતાના આદર્શ માને છે.  તેથી જ ક્યારેક તે પીળી પાઘડી પહેરેલા પણ જોવા મળે છે. તેઓએ જાહેરાત કરી છે કે જો પંજાબમાં AAPની સરકાર બનશે તો સરકારી ઓફિસોમાં મુખ્યમંત્રીના સ્થાને ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો લગાવવામાં આવશે.  
Tags :
aapinpunjabbhagvantmaanpoliticalcarieerbhagvantmanElectionResult2022GujaratFirst
Next Article