Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સરકારે મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી

ગુજરાત સરકારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી છે. આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી      (GujaratElection)માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન હોય તેવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે 1 ડિસેમ્બરે પહેલા તબક્કાના મતદાનવાળા 19 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનવાળા 14 જિલ્લામાં રજા જાહà«
01:45 PM Nov 19, 2022 IST | Vipul Pandya
ગુજરાત સરકારે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી છે. આ દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી      (GujaratElection)માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન હોય તેવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે 1 ડિસેમ્બરે પહેલા તબક્કાના મતદાનવાળા 19 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનવાળા 14 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. વધુ મતદાન થાય તે માટે સરકારે રજા જાહેર કરી છે.
રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
18 થી 29 વર્ષની વધુ યુવા મતદારોનો સમાવેશ
જેમાં 18 થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે. બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પોલીંગ સ્ટેશન લોકેશન(PSL) પર 51,839 પોલીંગ સ્ટેશન (PS) ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પોલીંગ સ્ટેશન આવેલા છે. સૌથી ઓછા પોલીંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લાઓમાં ડાંગમાં 335, પોરબંદરમાં 494,તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો-  વડોદરામાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી બ્લેડથી સોરી લખવા યુવતીને કરી મજબૂર
 
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHolidayVoting
Next Article