8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી, તમામ કેન્દ્રો પર ગોઠવવામાં આવી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરીનો સમય છે. હવે થોડા સમય બાદ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે મતગણતરી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી સરકાર કોની બનશે તે આજે સ્પષ્ટ થઇ જશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની àª
02:01 AM Mar 10, 2022 IST
|
Vipul Pandya
ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરીનો સમય છે. હવે થોડા સમય બાદ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણી પંચે મતગણતરી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તમામ મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આગામી સરકાર કોની બનશે તે આજે સ્પષ્ટ થઇ જશે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. તમે સવારથી જ સતત ગુજરાત ફર્સ્ટ પર ચૂંટણી પરિણામો સાથે સંબંધિત ક્ષણ-ક્ષણ અપડેટ્સ જાણી શકશો. આ સાથે ચૂંટણીપંચની વેબસાઈટ પર જઈને ચૂંટણી પરિણામોની નવીનતમ અપડેટ જોઈ શકાશે. તમે સંબંધિત રાજ્યના ચૂંટણી પંચની વેબસાઇટ પર ચૂંટણીના વલણો અને તેમની નવીનતમ સ્થિતિ પણ જોઈ શકશો.
ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા સીટો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. યુપીમાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી, 3 અને 7 માર્ચે મતદાન થયું હતું. જ્યારે ઉત્તરાખંડમાં તમામ 70 વિધાનસભા બેઠકો પર 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે તે જ દિવસે 14 ફેબ્રુઆરીએ ગોવામાં પણ એક જ તબક્કામાં તમામ 40 બેઠકો માટે મતદાન થયું હતું. આ સિવાય પંજાબની તમામ 117 સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં 60 બેઠકો માટે મતદાન થયું હતું.
પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશની મતગણતરી ઉપર વિશેષ લોકોનું ધ્યાન હશે. કહેવાય છે કે, ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી પહેલાની ફાઇનલ ગણાય છે. ત્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની વાત કરીએ તો અહી તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા કવચ તૈનાત કરવામાં આવ્યું છે. CAPF, PAC અને સિવિલ પોલીસ કર્મચારીઓને ત્રણ સ્તરોમાં તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ લખનઉના એડીસીપીએ કહ્યું કે, મતગણતરી કેન્દ્રમાં પ્રવેશતા પહેલા પોલિંગ એજન્ટો, અધિકારીઓ વગેરેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
Next Article