ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસી નેતા બીજા તબકકાના મતદાન પહેલા કરી શકે છે મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election2022)બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ (Congress) મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. ત્યારે સમાચાર મળતી રહ્યા  છે કે  કોંગ્રેસ OBCનેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્
10:12 AM Dec 02, 2022 IST | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election2022)બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ (Congress) મોટી જાહેરાત કરવાના મૂડમાં છે. ત્યારે સમાચાર મળતી રહ્યા  છે કે  કોંગ્રેસ OBCનેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત થાય તેવી શક્યતા છે. કારણ કે બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આજે કોંગ્રેસના પ્રચારનો મોરચો મલ્લિકાઅર્જુન ખડગેએ સંભાળ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં આ જાહેરાત થાય તેવી શકયતા સેવાઈ રહી છે. ગત રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું હતું 

રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે આજે અને આવતીકાલે  વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા  છે ત્યારે  કોંગ્રેસના  અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે  ભિલોડામાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ આજે  મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં  જોડાયા છે.  તો બીજી તરફ  આપના પંજાબના સીએમ ભગવંત માન ચૂંટણી પ્રચારમાં જોડાશે અને આપ પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરશે.
વડાપ્રધાનશ્રીએ પાટણમાં કોંગ્રેસ ઉપર કર્યા વાક્પ્રહાર
આજે વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં જોડાયા છે ત્યારે વડાપ્રધાનશ્રી મોદીએ પાટણ ખાતે જણાવ્યું હતું કે કોંગ્રેસે અત્યારથી જ ઇવીએમ ઉપર માછલા ધોવાનું શરૂ કરી દીધું છે અને  કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા. તો વધુમાં વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાય છે.
આપણ  વાંચો- પોરબંદરમાં 59.91 ટકા મતદાન, બંને પક્ષોના જીતવાના દાવા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022CongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article