Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યની ચૂંટણી પૂર્વે આવ્યા સૌથી મોટા સમાચાર, પૂર્વ CM વિજયભાઈ રૂપાણી અને પૂર્વ Dy.Cm નીતિનભાઈ પટેલ નહીં લડે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મોટી જાહેરાત કરી છે. જીહા, આ જાહેરાત મુજબ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેઓ બંને લડવાના નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નહી લડે ચૂંટણીરાજ્યની વિધાનસભાની ચૂંટણી આ વખતે પૂર્વ મુ
01:58 PM Nov 09, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મોટી જાહેરાત કરી છે. જીહા, આ જાહેરાત મુજબ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેઓ બંને લડવાના નથી. 
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નહી લડે ચૂંટણી
રાજ્યની વિધાનસભાની ચૂંટણી આ વખતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ લડવાના નથી. આ અંગે તેમણે પોતે જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, 'તમામ લોકોના સહકારથી મેં 5 વર્ષ સુધી મુખ્યમંત્રી (CM) તરીકે કામ કર્યું છે. આ ચૂંટણીઓમાં નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ. હું ચૂંટણી નહીં લડું, મેં દિલ્હીમાં વરિષ્ઠોને પત્ર મોકલીને જાણ કરી છે. અમે પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું.'


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ચૂંટણી નહી લડે
વિજયભાઈ રૂપાણી બાદ નીતિનભાઈ પટેલે પણ જણાવ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. નીતિન પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના પત્રમાં લખ્યું, વર્ષ 1977મા કડી નગરપાલિકાના સભ્ય તરીકે મારી રાજકીય કારકિર્દીની મેં શરૂઆત કરી હતી અને જનસંઘ અને તે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે સતત ચાર વખત કડી વિધાનસભા અને ત્યારબાદ વર્ષ 2012થી વર્ષ 2022 સુધી મહેસાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે મેં કામગીરી કરીને પક્ષ તથા પ્રજાની સેવા કરી છે. મારી 32 વર્ષની સફળ રાજકીય કારકિર્દીમાં મને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપનાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો અને ભાજપના લાખો કાર્યકરો અને કરોડો ગુજરાતીઓનો હું હંમેશા ઋણિ રહીશ. અને આજીવન ભાજપના કાર્યકર તરીકે સનીષ્ઠતાથી કાર્યકર્તા રહીશ.
વધુ ચાર નેતાઓએ ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત
મહત્વનું છે કે, આ બંને સિવાય કેટલાક અન્ય નામો પણ સામે આવ્યા છે જેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ અને મહેસૂલ મંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં. ઉપરાંત વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર ચુડાસમા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આ સાથે વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો - જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભાની વધી મુશ્કેલી, ફોજદારી કેસ પાછો ખેંચવાનો ગુજ. હાઇકોર્ટનો ઇનકાર

ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022FormerCMVijayRupaniFormerDeputyCMNitinPatelGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article