Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાવ બેઠક પર છેલ્લી ત્રણમાંથી બે ચૂંટણી જીતી છે ભારતીય જનતા પાર્ટી, ગત ચૂંટણીમાં કોંગ્રેસે મારી હતી બાજી

આ વખતે ભાજપે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક માટે સ્વરૂપજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. AAPએ અહીંથી ભેમજીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. કોંગ્રેસના ગેà
વાવ બેઠક પર છેલ્લી ત્રણમાંથી બે ચૂંટણી જીતી છે ભારતીય જનતા પાર્ટી  ગત ચૂંટણીમાં કોંગ્રેસે મારી હતી બાજી
આ વખતે ભાજપે બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક માટે સ્વરૂપજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. AAPએ અહીંથી ભેમજીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના શંકરભાઈ ચૌધરીને 6000 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સિવાય બાકીના પાંચ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
2012ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે જીત મેળવી હતી 
2012માં અહીંથી ભાજપે જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીએ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 17,000 મતોની સરસાઈથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી 4 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.
ભાજપે આ સીટ માત્ર બે વખત જીતી છે
આ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 12 ચૂંટણી થઈ છે. 12 ચૂંટણીઓમાંથી કોંગ્રેસે 6 વખત જીત મેળવી છે જ્યારે 2007 અને 2012માં ભાજપ માત્ર બે વખત આ સીટ કબજે કરવામાં સફળ રહી હતી. બાકીની ચૂંટણીઓમાં જીત અન્ય પક્ષોના ખાતામાં ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં 2017માં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી
વાવ બેઠક બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પૈકીની એક છે. 2017માં કોંગ્રેસે જિલ્લામાં 9માંથી 5 બેઠકો જીતી હતી. આ સાથે જ ભાજપ ચાર બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


Advertisement
Tags :
Advertisement

.