Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પક્ષ સામે બળવો કરનારા સામે સી.આર.પાટીલની લાલ આંખ, જાણો શું કહ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે હવે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે પોતાને ટિકિટ ના મળતા ઘણી બેઠકો પર નારાજ નેતાઓએ બળવો કરીને અપક્ષ તરીકે અથવા કોઇ બીજા પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. મહત્વના સમાચાર મુજબ ભાજપ (BJP)માં પણ ટિકિટ ના મળતાં નારાજ થયેલા કેટલાક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જો કે પ્રદેશ ભાજપ અધ્યક્àª
પક્ષ સામે બળવો કરનારા સામે સી આર પાટીલની લાલ આંખ  જાણો શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે હવે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે પોતાને ટિકિટ ના મળતા ઘણી બેઠકો પર નારાજ નેતાઓએ બળવો કરીને અપક્ષ તરીકે અથવા કોઇ બીજા પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. મહત્વના સમાચાર મુજબ ભાજપ (BJP)માં પણ ટિકિટ ના મળતાં નારાજ થયેલા કેટલાક નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જો કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (CR Patil) આવા બગાવતી નેતાઓને ચિમકી આપીને કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે. 
ચૂંટણી સમયે બળવો થાય છે
ચૂંટણી સમયે ટિકિટ ના મળતાં નારાજ નેતાઓ વર્ષો પોતાની વિચારધારાના પક્ષ સાથે છેડો ફાડતાં પણ અચકાતા નથી. આવું આ ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને પક્ષનું સંગઠન પણ વ્યાપક છે જેથી ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે નાના મોટા અનેક કાર્યકરોની ઇચ્છા હોય છે. સામે પક્ષે વિધાનસભાની બેઠક માત્ર 182 જ છે અને તેટલા ઉમેદવારોને જ ટિકિટ આપી શકાય છે જેથી નેતાઓ નારાજ બને તે સ્વાભાવિક છે. 

આ નેતાઓએ ભાજપમાંથી કર્યો બળવો
ભાજપમાંથી પણ આ વખતે કેટલીક બેઠકો પર બળવાખોરીનો સૂર ઉઠ્યો છે. ભાજપના નેતાઓ મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુમામા, ધવલસિંહ ઝાલા, જયપ્રકાશ પટેલ અને માવજી દેસાઇએ ટિકિટ ના મળતાં નારાજ બનીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુશ્રીવાસ્તવે વાઘોડીયા બેઠકમાંથી અપક્ષ ઉમેદવારી કરી છે જ્યારે ધવલસિંહ ઝાલાએ બાયડથી ઉમેદવારી નોંધાવી છે. જૂનાગઢની કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણીએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત દિનુમામાએ વડોદરાના પાદરા બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. 
મોવડીમંડળના સમજાવટના પ્રયાસ
પાર્ટીના આ નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ભાજપના મોવડીમંડળે સમજાવટના પ્રયાસો શરુ કર્યા હતા અને ફોર્મ પાછું નહીં ખેચે તો તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. 
સી.આર.પાટીલની ચીમકી
ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલે ગુરુવારે સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ ઉમેદવારો જો ફોર્મ પાછું નહીં ખેંચે તો પાર્ટીની સિસ્ટમ પ્રમાણે તેમની સામે કડક કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપમાં આ ચૂંટણીમાં 4 હજાર કરતા વધુ લોકોએ દાવેદારી કરી હતી પણ સામે 182 ઉમેદવારોને જ ટિકિટ આપી શકાય તેમ છે.  પાર્ટી મજબૂત હોવાના કારણે કાર્યકરો ટિકિટ માગે છે અને ટિકિટની માગણી બાદ અણગમો પણ થઇ શકે છે. કાર્યકરો પોતાની રજૂઆત કરવા પણ આવી શકે છે પણ કમલમનો એક પણ કાચ તૂટ્યો નથી. તેમણે કહ્યું કે આ જ બતાવે છે કે પાર્ટીમાં શિસ્ત છે. 
Advertisement
Tags :
Advertisement

.