Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની ચૂંટણીને લઇને NRI-NRG સમુદાયના અગ્રણીઓની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં રાજકીય મોહાલ ગરમ છે.. દરેક પક્ષ અને દરેક નેતાનો ચોક્કસ સમર્થક વર્ગ હોય છે...પછી તે દેશમાં હોયકે વિદેશમાં.. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એનઆરઆઇ અને એનઆરજીનો શું મત છે તે જાણવું પણ એટલું જ જરૂરી બની જાય છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ચૂંટણીને લઇને એનઆરઆઇ અને એનઆરજીના મંતવ્યો લેવામાં આવ્યા હતા.અને એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે વિદેશમાં વસતàª
ગુજરાતની ચૂંટણીને લઇને nri nrg સમુદાયના અગ્રણીઓની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં રાજકીય મોહાલ ગરમ છે.. દરેક પક્ષ અને દરેક નેતાનો ચોક્કસ સમર્થક વર્ગ હોય છે...પછી તે દેશમાં હોયકે વિદેશમાં.. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એનઆરઆઇ અને એનઆરજીનો શું મત છે તે જાણવું પણ એટલું જ જરૂરી બની જાય છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ચૂંટણીને લઇને એનઆરઆઇ અને એનઆરજીના મંતવ્યો લેવામાં આવ્યા હતા.અને એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે વિદેશમાં વસતા ગુજરાતીઓનો આ ચૂંટણીને લઇને શું છે અભિપ્રાય 
 
જેમાં એનઆરઆઇ મુયુર દવેએ જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીનો પડઘો વિદેશમાં ન સંભળાય તેવું બને જ નહીં તેમણે કહ્યું કે ગુજરાતના વિકાસની વિદેશમાં પણ ચર્ચા છે...તેમના મતે પીએમ મોદીએ એ રીતે દેશનો વિકાસ કર્યો છે કે દરેક એનઆરઆઇ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં ભાજપ 140થી વધુ બેઠકો જીતશે  
 
એનઆરઆઇ ધવલ વૈદ્યે કહ્યું કે તેઓ રાત્રે પણ જાગીને ચૂંટણીના દરેક સમાચાર પર નજર રાખે છે.. તેમણે કહ્યું કે મત માત્ર વિકાસ અને વિકાસને જ હોય. વાસુદેવ પટેલે કહ્યું કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે. તેમણે કહ્યું કે ભાજપને જનતાનો ખુબજ સપોર્ટ મળી રહ્યો છે. અને લોકોનો ઉત્સાહ જોતા લાગે છે કે ભાજપને 170થી વધુ સીટો મળશે..
એનઆરઆઇ દિગંત સોમપુરાએ કહ્યું કે પીએમ મોદીએ વિદેશમાં ભારતની મહત્વતા પૂરવાર કરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી માટે એનઆરઆઇ ગુજરાતના ગામે-ગામમાં પ્રચાર કરી રહ્યા છે. એનઆરઆઇ  રમેશ શાહે કહ્યું કે 2014 પછી દેશના રાજકારણમાં મોટુ પરિવર્તન આવ્યું છે. અને હવે વિકાસના નામે વોટ માંગવામાં આવે છે. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઇ હમેંશા સૌની પડખે ઉભા રહે છે.. અને મફતનું આપનારા લોકો ગુજરાતમાં નહીં ચાલે 
 
એનઆરઆઇ પરેશ પટેલે 2024ની ચૂંટણી માટે આ ચૂંટણી ખુબજ મહત્વની ગણાવી.. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપને 150થી વધુ બેઠકો મળશે . તેમણે કહ્યું કે ભાજપની સરકારના શાસનમાં ગુજરાતનો ખુબજ વિકાસ થયો છે.. પહેલા અમદાવાદ એરપોર્ટ થી મહેસાણા પહોંચતા દોઢ કલાક લાગતો હતો.. હવે માત્ર 50 મિનિટમાં જ પહોંચી શકાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.