Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબમાં ચૂંટણી દરમ્યાન સોનુ સૂદની કાર કરવામાં આવી જપ્ત: જાણો શું કહ્યું સોનુ સૂદે

પંજાબમાં રવિવારે વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે અને સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે પરંતુ ચૂંટણી પંચ સંપૂર્ણ એલર્ટ પર છે. પંજાબના મોગામાં ચૂંટણી પંચે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની કાર જપ્ત કરી છે. સોનુ સૂદ ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી કે, સેલિબ્રિટીને જોઈને લોકો કોંગ્રેસ તરફ પ્રભાવિત થઇ રહ્યા છે અને આ મુદà
પંજાબમાં ચૂંટણી દરમ્યાન સોનુ સૂદની કાર કરવામાં આવી જપ્ત  જાણો શું કહ્યું સોનુ સૂદે
પંજાબમાં રવિવારે વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે અને સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે પરંતુ ચૂંટણી પંચ સંપૂર્ણ એલર્ટ પર છે. પંજાબના મોગામાં ચૂંટણી પંચે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની કાર જપ્ત કરી છે. સોનુ સૂદ ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યો હતો અને ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી કે, સેલિબ્રિટીને જોઈને લોકો કોંગ્રેસ તરફ પ્રભાવિત થઇ રહ્યા છે અને આ મુદ્દાને લઇ ચૂંટણી પંચે સોનુ સુદની કાર જપ્ત કરી છે. 
સોનુ સૂદની બહેન માલવિકા સૂદ થોડા સમય પહેલા જ પંજાબ કોંગ્રેસ માં જોડાયી હતી અને હવે કોંગ્રેસના ઉમેદવાર છે અને તે મોગા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે.
સોનુ સૂદએ કર્યો ખુલાસો 
ચૂંટણી પંચે કાર જપ્ત કરવાના મુદ્દે સોનુ સૂદે કહ્યું કે, 'અમને વિપક્ષના લોકો, ખાસ કરીને અકાલી દળના લોકો દ્વારા વિવિધ બૂથ પર ધમકીભર્યા કોલની જાણ થઈ. કેટલાક બૂથ પર નાણાંની વહેંચણી કરવામાં આવી રહી છે. તપાસ કરવી અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવી એ અમારી ફરજ છે. તેથી અમે બહાર ગયા. હવે, અમે ઘરે છીએ. નિષ્પક્ષ ચૂંટણી થાય'.
સોનુ સૂદને બહાર ન નીકળવા આદેશ 
ચૂંટણી પંચે અભિનેતા સોનુ સૂદને ઘરે જ રહેવા અને મતદાન પૂરું ન થાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાનો આદેશ આપ્યો છે, અકાલી દળના પોલિંગ એજન્ટ દિદાર સિંહે સોનુ સૂદ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, તે સતત પોતાના બૂથથી બીજા બૂથ પર જઈને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.અને આ મામલે સોનુ સૂદની ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. 
Advertisement
Tags :
Advertisement

.