ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પહેલાં તબક્કાની 89 બેઠકો માટે આટલા ઉમેવારો મેદાનમાં! દિગ્ગજો વચ્ચે દંગલ

Gujarat Assembly Elections 2022 વિધાનસભાની વાતઃ એક તરફ શિયાળો ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પાથરી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ઓને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યાં. દર વખતની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીઓ સાવ અલગ
11:04 AM Nov 15, 2022 IST | Vipul Pandya

Gujarat Assembly Elections 2022 વિધાનસભાની વાતઃ એક તરફ શિયાળો ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પાથરી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ઓને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યાં. દર વખતની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીઓ સાવ અલગ છે. એનું કારણ છેકે, વર્ષોથી ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ  (BJP-Congress)વચ્ચે લડાઈ જોઈ છે. પણ આ વખતે દિલ્લીથી (Delhi)આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. AAPના આવવાથી આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં AAPની એન્ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્યાં ક્યાંક અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગશે પણ આ વખતે પહેલાં તબક્કાની કુલ 89 વિધાનસભા બેઠક માટે 1655 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. 
જેમાં સૌથી વધારે સુરતની 16 બેકઠ માટે 362 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્યાર બાદ રાજકોટની 8 બેઠકો માટે 170 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પહેલાં તબક્કકાની કઈ બેઠક પર કેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયા
  • કચ્છની 6 બેઠક પર 92 ફોર્મ ભરાયા
  • સુરેન્દ્રનગરની 5 બેઠક માટે 93 ફોર્મ ભરાયા
  • મોરબીની 3 બેઠક માટે 80 ફોર્મ ભરાયા
  • રાજકોટની 8 બેઠક માટે 170 ફોર્મ ભરાયા
  • જામનગરની 5 બેઠક માટે 134 ફોર્મ ભરાયા
  • દેવભૂમિ દ્વારકાની 2 બેઠક માટે 48 ફોર્મ ભરાયા
  • પોરબંદરની 2 બેઠક માટે 43 ફોર્મ ભરાયા
  • જૂનાગઢની 5 બેઠક માટે 78 ફોર્મ ભરાયા
  • ગીરસોમનાથની 4 બેઠક માટે 64 ફોર્મ ભરાયા
  • અમરેલીની 5 બેઠક માટે 119 ફોર્મ ભરાયા
  • ભાવનગરની 7 બેઠક માટે 108 ફોર્મ ભરાયા
  • બોટાદની 2 બેઠક માટે 56 ફોર્મ ભરાયા
  • નર્મદાની 2 બેઠક માટે 15 ફોર્મ ભરાયા
  • ભરૂચની 5 બેઠક માટે 75 ફોર્મ ભરાયા
  • સુરતની 16 બેકઠ માટે 362 ફોર્મ ભરાયા
  • તાપીમાં 2 બેઠક માટે 17 ફોર્મ ભરાયા
  • ડાંગની 1 બેઠક માટે 3 ફોર્મ ભરાયા
  • નવસારીની 4 બેઠક માટે 48 ફોર્મ ભરાયા
  • વલસાડની 5 બેઠક માટે 50 ફોર્મ ભરાયા
કુલ 89 બેઠક માટે 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા  
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન  યોજાશે
ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ  વાંચો-રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? BJP-AAPનો ચહેરો સ્પષ્ટ, કોંગ્રેસ પાર્ટીનું કોણ?
Tags :
89seatsAssemblyElectionElection2022FirstPhaseGujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article