Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UPના ડેપ્યુટી CMની સભામાં ઘૂસ્યો સાપ, લોકો સભા છોડી ભાગ્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સિદ્ધાર્થનગર જિલ્લામાં ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠક (Deputy Chief Minister Brajesh Pathak)ના કાર્યક્રમમાં એક સાપ મહેમાન બનીને આવી ચડ્યો હતો. સાપને જોતા બ્રજેશ પાઠકનું ભાષણ સાંભળવું પડતું મૂકીને લોકો નાસભાગ કરવા લાગ્યા હતા અને આ દરમિયાન મંત્રીએ પણ ભાષણ અટકાવી દીધું હતું અને તે પણ જોઈ રહ્યાં હતા. મંચ પરથી મંત્રીએ બૂમ પાડી, સાપને મારશો નહીં, બહાર છોડી મૂકો લોકોની નાસભાગ જોઈને
03:40 PM Sep 25, 2022 IST | Vipul Pandya

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના સિદ્ધાર્થનગર જિલ્લામાં ડેપ્યુટી મુખ્યમંત્રી બ્રજેશ પાઠક (Deputy Chief Minister Brajesh Pathak)ના કાર્યક્રમમાં એક સાપ મહેમાન બનીને આવી ચડ્યો હતો. સાપને જોતા બ્રજેશ પાઠકનું ભાષણ સાંભળવું પડતું મૂકીને લોકો નાસભાગ કરવા લાગ્યા હતા અને આ દરમિયાન મંત્રીએ પણ ભાષણ અટકાવી દીધું હતું અને તે પણ જોઈ રહ્યાં હતા. 


મંચ પરથી મંત્રીએ બૂમ પાડી, સાપને મારશો નહીં, બહાર છોડી મૂકો 

લોકોની નાસભાગ જોઈને ડેપ્યુટી સીએમ (Deputy CM ) પોતાનું ભાષણ અટકાવી દીધું હતું કેટલાક લોકો સાપને મારવા દોડ્યા હતા પરંતુ ડેપ્યુટી સીએમ તેમને રોક્યા હતા અને મંચ પરથી બૂમો પાડી કે સાપને મારશો નહીં, તેને બહાર લઈ જાવ અને છોડી મૂકો.

યુવાન હિંમત દેખાડીને સાપને લાકડી વડે બહાર મૂકી આવ્યો 
આખરે એક યુવાન હિંમત દેખાડીને લાકડી વડે સાપ (snake) ને સભાની બહાર છોડી આવ્યો હતો. આ ઘટનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે. 


ક્યાં બની ઘટના 
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મિઠવાલ બ્લોક વિસ્તારના સમોગરા ગામમાં ચૌપાલ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, અચાનક સ્ટેજની સામે બેઠેલા લોકોમાં એક સાપ ઘૂસી ગયો અને આમતેમ દોડવા લાગ્યો. સાપને જોઈને લોકો ખુરશીઓ છોડીને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે સ્ટેજ પરથી લોકોને કહ્યું કે સાપને મારશો નહીં, તેને ભગાડો. જો કે આ દરમિયાન એક યુવકે હિંમત બતાવીને સાપને લાકડીની મદદથી ઉઠાવીને ભેગા થયેલા પરિસરમાંથી બહાર ફેંકી દીધો હતો. આ પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Tags :
DEPUTYCMBRAJESHPATHAKGujaratFirstUPDEPUTYCMUPDEPUTYCMRALLYSNAKE
Next Article