Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો, કાફલો રોકાવીને પાણીપુરી ખાધી

ગુજરાતની ચૂંટણી આવે એટલે નેતાઓમા નવુ નવુ જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) આણંદમાં (Anand)આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો (Panipuri)આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુ
સ્મૃતિ ઈરાનીને ગુજરાતની પાણીપુરીનો ચટકો લાગ્યો  કાફલો રોકાવીને પાણીપુરી ખાધી
ગુજરાતની ચૂંટણી આવે એટલે નેતાઓમા નવુ નવુ જોવા મળે છે. મતદારોને રીઝવવા નેતાઓ મેદાને પડે છે. રાજકીય પક્ષો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. જેઓ સ્થાનિક ઉમેદવારો માટે મત માંગવા અપીલ કરે છે. ત્યારે કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) આણંદમાં (Anand)આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કાફલો રોકીને આણંદની ફેમસ પાણીપુરીનો (Panipuri)આસ્વાદ માણ્યો હતો. તેઓએ કારમાંથી ઉતરીને મન ભરીને પાણીપુરી ખાધી હતી. તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 
આણંદમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઈરાનીએ પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. તેમણે આજે આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાર્યક્રમથી નીકળ્યા બાદ તેમણે આણંદમાં જ એક પાણીપુરીના સ્ટોલ પર પોતાનો કાફલો રોકાવ્યો હતો. તેમણે કારમાંથી ઉતરીને સામાન્ય માણસની જેમ પાણીપુરી ખાધી હતી. ગુજરાતની પાણીપુરીનો સ્વાદ તેમની દાઢે વળગ્યો હોય તેમ લાગે છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ અવારનવાર જોવા મળે છે. સ્મૃતિ ઈરાની અગાઉ આવ્યા ત્યારે પણ પાણીપુરી ખાધી હતી. 
ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણીના મેદાનમાં સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20 થી વધુ સભાઓ કરશે. તો આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સામેલ છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.