Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિ ઇરાનીએ ગાંધીધામમાં 20 કિમી સુધી ચલાવી એક્ટિવા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કચ્છ (Kutchh)ના ગાંધીધામ (Gandhidham) ખાતે પહોંચેલા ભાજપના મહિલા નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ 20 કિલોમીટર સુધી હેલ્મેટ સાથે એકટીવા સવારી કરીને મહિલા સશક્તિકરણનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીની એકટીવા સવારીને પગલે બાઈક રેલીમાં જોડાયેલી મહિલાઓ યુવતિઓ પણ આનંદમાં આવી ગયા હતા. કાર્યકર્યાઓ અન ય
સ્મૃતિ ઇરાનીએ ગાંધીધામમાં 20 કિમી સુધી ચલાવી એક્ટિવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે કચ્છ (Kutchh)ના ગાંધીધામ (Gandhidham) ખાતે પહોંચેલા ભાજપના મહિલા નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ 20 કિલોમીટર સુધી હેલ્મેટ સાથે એકટીવા સવારી કરીને મહિલા સશક્તિકરણનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીની એકટીવા સવારીને પગલે બાઈક રેલીમાં જોડાયેલી મહિલાઓ યુવતિઓ પણ આનંદમાં આવી ગયા હતા. કાર્યકર્યાઓ અન યુવાનોએ ભારત માતા કી જયના નાદ સાથે બાઈક રેલીમાં જોરદાર સમર્થન આપ્યુ હતું. 
હેલ્મેટ પહેરી ચલાવી એક્ટિવા
ગાંધીધામના ઝંડા ચોકથી શરૂ  થયેલી બાઈક રેલીમાં પ્રથમ ખુલ્લી જીપમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લોકોનું અભિવાદન જીલ્યુ હતું. આ પછી આદિપુર રામબાગ ચાર રસ્તા પર બાઈક રેલી પહોંચતા  સ્મૃતિબેન ઈરાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને કેસરી કલરની એકટીવા પર કેસરી કલરના હેલ્મેટ સાથે  સવારી શરૂ કરી હતી. ભાજપના ગાંધીધામ સીટના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી પણ તેમેની સાથે એકટીવા લઈને શહેરના માર્ગો પર પ્રચાર માટે નિકળ્યા હતા. 
એક્ટિવા સવારીનો લીધો લ્હાવો
આદિપુર રામબાગ ચાર રસ્તાથી કોલેજ રોડ, મૈત્રી સ્કુલ, આદિપુર બસ મથક, આદિપુર  ગાંધીધામ વચ્ચેના મુખ્ય ટાગોર રોડ પર થઈને ગુરૂકુલ ખાતે આવેલા પંડિત દિનદયાલ ભવન સુધી સ્મૃતિબેન ઈરાની 20 કિલોમીટર એકટીવા ચલાવીને આવ્યા હતા. સભા સ્થળે પહોંચ્યા ત્યારે કેન્દ્રીય પ્રધાને પણ આ એકટીવા સવારીનો લ્હાવો લીધાનો આનંદ વ્યકત કર્યો હતો. 

કહ્યું, આ જ વિકસીત ગુજરાત
જનસભા અને ખાસ કરીને મહિલાઓને સંબોધન કરતા તેમણે બાઈક રેલીમાં એકટીવા સવારીના આનંદની ક્ષણો વહેંચી હતી અને કહયું હતું કે આ જ વિકસીત ગુજરાત છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.