એક સાથે, એક જ સમયે PM MODI ભાજપના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો ભરશે, જાણો કેમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના પડઘમ વાગી રહ્યા છે અને બીજી તરફ દિવાળી (Diwali)ના તહેવારોનો પણ પ્રારંભ થયો છે ત્યારે રાજકીય પક્ષો (Political Parties)ના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળી શકે છે. ભાજપે (BJP) નવા વર્ષે પોતાની પ્રણાલી મુજબ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે અને તેના ભાગરુપે યોજાનારા સ
02:40 AM Oct 21, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ના પડઘમ વાગી રહ્યા છે અને બીજી તરફ દિવાળી (Diwali)ના તહેવારોનો પણ પ્રારંભ થયો છે ત્યારે રાજકીય પક્ષો (Political Parties)ના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળી શકે છે. ભાજપે (BJP) નવા વર્ષે પોતાની પ્રણાલી મુજબ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે અને તેના ભાગરુપે યોજાનારા સ્નેહમિલન સમારોહમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એક સાથે 50 લાખ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવે તેવું આયોજન કરાયુ છે.
ભાજપે ચૂંટણીની આગોતરી તૈયારીઓ કરી લીધી
આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને હવે દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને ત્યારે આચારસંહિતાનો અમલ પણ લાગુ થઇ જશે. તે પહેલાં રાજકીય પક્ષો દ્વારા લોકો સમક્ષ જઇને તેમને પોતાના પક્ષ તરફે મતદાન કરે તે માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. ભાજપે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે આગોતરું આયોજન કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ તથા ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અવાર નવાર ગુજરાતની મુલાકાતે આવતા રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે તો વિવિધ વિસ્તારોમાં કરોડોના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યા છે.
તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ
હવે ભાજપ દ્વારા દિવાળીના તહેવારોમાં પણ પોતાનો ચૂંટણી પ્રચાર યથાવત રાખ્યો છે. આ વખતે દિવાળીના તહેવારોમાં પણ ચૂંટણીનો રંગ જોવા મળી શકે છે. ખુદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતભરના કાર્યકરોને નવા વર્ષની શુભકામના આપે તેવો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. ગુજરાત ભાજપ દ્વારા તેની તડામાર તૈયારીઓ પણ કરી દેવાઇ છે.
પીએમ 182 વિધાનસભાના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા આપશે
સુત્રોએ કહ્યું કે 1લી નવેમ્બરે ગુજરાતની તમામ 182 વિધાનસભાના અંદાજીત 50 લાખ કાર્યકરોને એક જ સમયે, એક સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી નવા વર્ષની શુભેચ્છા આપશે. દરેક વિધાનસભામાં 30થી 35 હજરા કાર્યકરોને તેઓ શુભેચ્છા પાઠવશે. ભાજપના જીલ્લા સ્તરથી માંડીને વિધાનસભા મત વિસ્તાર સુધીના કાર્યકરો અને આગેવાનોને આ માટે જોતરવામાં આવ્યા છે.
50 લાખથી વધુ કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે
રાજ્યના તમામ મંત્રીઓ અને ગુજરાત ભાજપના હોદ્દેદારો પણ અલગ અલગ જીલ્લામાં વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલી એક સાથે એક જ સમયે 182 વિધાનસભાના 50 લાખથી વધુ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે અને આ કાર્યક્રમ અનોખો બની રહેશે. વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવા સાથે ભાજપને આ ચૂંટણીમાં ઐતિહાસીક જીત અપાવવા માટે કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે. આ સાથે જ ભાજપ પોતાની ચૂંટણી જીતવાની સજ્જતાને આખરી ઓપ આપશે.
Next Article