Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શંકરસિંહ વાઘેલા ચૂંટણી પૂર્વે કરી શકે નવા જૂની, જાણો મહત્વના સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ની ગમે ત્યારે તારીખો જાહેર થઇ શકે છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ઘણા નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાતા હોવાના સમાચારો પણ આવી રહ્યા છે ત્યારે શનિવારે ગુજરાતના રાજકારણને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી એક વાર કોંગ્રેસ (Congress)માં જોડાય તે માટેનો તખ્તો તૈયાર àª
05:30 AM Oct 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ની ગમે ત્યારે તારીખો જાહેર થઇ શકે છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. ઘણા નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાતા હોવાના સમાચારો પણ આવી રહ્યા છે ત્યારે શનિવારે ગુજરાતના રાજકારણને લગતા મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી એક વાર કોંગ્રેસ (Congress)માં જોડાય તે માટેનો તખ્તો તૈયાર થઇ ગયો હોવાનું જાણવા મળે છે. 
શંકરસિંહનો કોંગ્રેસમાં પ્રવેશ થઇ શકે
ગુજરાતના રાજકારણના વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ મંત્રી તથા ગુજરાતના રાજકારણને નજીકથી જાણતા શંકરસિંહ વાઘેલા ફરી એક વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાય તે માટેની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ  રાજ્યમાં કોંગ્રેસ વધુ એક ખેલ પાડવાની તૈયારીમાં છે અને  શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઇ ગયો છે. 
વગર શરતે કોંગ્રેસમાં જોડાશે
પ્રાપ્ત માહિતી મુજબ આગામી સમયમાં  ગમે તે ઘડીએ શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા તૈયાર થઈ ગયા છે છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
જગદીશ ઠાકોર અને રઘુ શર્મા મળ્યા
સુત્રોએ કહ્યું કે  પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ખુદ જગદીશ ઠાકોર શંકરસિંહ વાઘેલા અને હાઇકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે 
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક પણ થઇ ગઈ હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના ઘરે જઈ બાપુ સાથે બેઠક કરી હોવાનું પણ જાણવા મળે છે.

શંકરસિંહના પુત્ર પણ કોંગ્રેસમાં જોડાયા
સારું મુહર્ત જોઈ શંકરસિંહ બાપુ કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. શંકરસિંહ  બાપુ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે અને હજું તો ગઇકાલે શુક્રવારે શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. શંકરસિંહના પુત્ર કોંગ્રેસમાં જોડાતા હવે શંકરસિંહ ખુદ પણ કોંગ્રેસમાં જોડાય તેવી ભારે ચર્ચા ચાલી રહી છે. 
આ પણ વાંચો--બારડોલી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
CongressGujaratAssemblyElection2022GujaratFirstShankarSinghVaghela
Next Article