Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAPમાં રુપિયા લઇને ટિકિટ વેચવામાં આવી હોવાનો સનસનીખેજ આરોપ

આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક રાજકીય પક્ષો પોતાની રીતે પ્રચાર કરી રહી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં ફરી એક વાર ભડકો થયો છે. મળેલા સમાચાર મુજબ  અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની સુરત (Surat0 આમ આદમી પાર્ટીના શહેર ઉપ પ્રમુખે જ આરોપ લગાવ્યો છે કે પૈસા લઇને આયાતી ઉમેદવારોને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. ચૂંટણી નજીક આવતા આપની સ્થિતિ કફોડીજેમ જેમ ચૂંટ
aapમાં રુપિયા લઇને ટિકિટ વેચવામાં આવી હોવાનો સનસનીખેજ આરોપ
આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને દરેક રાજકીય પક્ષો પોતાની રીતે પ્રચાર કરી રહી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં ફરી એક વાર ભડકો થયો છે. મળેલા સમાચાર મુજબ  અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની સુરત (Surat0 આમ આદમી પાર્ટીના શહેર ઉપ પ્રમુખે જ આરોપ લગાવ્યો છે કે પૈસા લઇને આયાતી ઉમેદવારોને આપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. 

ચૂંટણી નજીક આવતા આપની સ્થિતિ કફોડી
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીની સ્થિતિ કફોડી બની રહી છે. અલગ અલગ સ્થળોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોની નારાજગી બહાર આવી રહી છે. આપના અગ્રણી નેતા કહેવાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તાજેતરમાં પક્ષ છોડી દીધો છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. બીજી તરફ સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર કંચન જરીવાલાએ પણ પોતાનું  ફોર્મ પાછું ખેંચી લીધું છે. 

સુરત આપમાં ફરી ભડકો
સુરતમાં ફરી એક વાર આમ આદમી પાર્ટીમાં ગજગ્રાહ જોવા મળી રહ્યો છે અને આપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ નહીં મળતા શહેર ઉપપ્રમુખ દ્વારા બગાવત કરવામાં આવી છે. સુરત આપ આદમી પાર્ટી શહેર ઉપ પ્રમુખ રાજુ દિયોરા ટિકિટ ના મળતાં નારાજ થયા છે.  ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની એક કરતાં તેર સાંધે તેવી સ્થિતિ પેદા થઇ છે. 


પૈસા લઇને ટિકિટ વેચાઇ હોવાનો આરોપ 
 આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપ પ્રમુખ રાજુ દિયોરાએ કતારગામ વિધાનસભા બેઠક પર ટિકિટ માગી હતી પણ તેમને ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે પૈસા લઇને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે હું વર્ષોથી આમ આદમી પાર્ટીમાં કામ  કરું છું પણ ચૂંટણી સમયે પૈસા લઇને ટિકિટ આપવામાં આવી છે. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતે નહીં તેવા પ્રયાસો કરશે. 
કાર્યકરોનું સંમેલન યોજાશે
રાજુ દિયોરાને ટિકિટ ના મળતાં તેમના સમર્થકો અને આપના અન્ય કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં કતારગામ વિસ્તારમાં આપના નારાજ કાર્યકરોનું સંમેલન યોજીને કયા પક્ષને સમર્થન કરવું તેની જાહેરાત કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.