જામનગરના રોડ-શોમાં વડાપ્રધાનશ્રી પર થઈ પુષ્પ વર્ષા, જુઓ તસવીરો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જામનગરમાં (Jamnagar) રોડ શો કર્યો હતો. દિગજામ સર્કલથી રોડશોની શરૂઆત થઇ હતી. આશરે દોઢ કિમી લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનશ્રી પર ગુલાબની પાંખડીઓ વરસી હતી. ગાડી પરથી નીચે ઉતરીને વડાપ્રધાનશ્રીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું.જામનગરના દિગજામ સર્કલથી શરૂ થયેલા રોડ શોમાં વડાપ્રધાનશ્રી પર ગુલાબની પાંખડીઓનો વરસાદ થયો હતો. વડાપà«
07:09 PM Oct 10, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) જામનગરમાં (Jamnagar) રોડ શો કર્યો હતો. દિગજામ સર્કલથી રોડશોની શરૂઆત થઇ હતી. આશરે દોઢ કિમી લાંબા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનશ્રી પર ગુલાબની પાંખડીઓ વરસી હતી. ગાડી પરથી નીચે ઉતરીને વડાપ્રધાનશ્રીએ લોકોનું અભિવાદન જીલ્યું હતું.
જામનગરના દિગજામ સર્કલથી શરૂ થયેલા રોડ શોમાં વડાપ્રધાનશ્રી પર ગુલાબની પાંખડીઓનો વરસાદ થયો હતો. વડાપ્રધાને પણ કારની બહાર આવી લોકોનું અભિવાદન કર્યું હતું.
રોડ શોમાં આ પોસ્ટરમાં વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવામાં આવ્યુ તથા તેઓ ફરી દેશના વડાપ્રધાન બને તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
બાળકો, યુવાનો, મહિલાઓ, યુવતીઓ પોતાના વડાપ્રધાનને આવકારવા અને પોતાના ફોનમાં તસવીર સ્વરૂપે કેદ કરવા આતુર દેખાયા હતા.
વડાપ્રધાનશ્રીનો કાફલો નિકળ્યો ત્યારે મોદી.. મોદી...ના નારા અને બે હાથ જોડીને લોકોએ સ્વાગત કર્યું હતું.
પોતાના પીએમના એક અભિવાદન માટે બાળકો પણ ખુશી-ખુશી આ રોડ શોમાં દેખાયા હતા અને અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
બાળકોથી લઈ વૃદ્ધો સુધી અનેક લોકો વડાપ્રધાનને આવકારવા આવ્યા હતા. વડાપ્રધાનશ્રીને એક વાર અભિવાદન ઝિલશે તેવો તેમનામાં વિશ્વાસ જોવા મળ્યો હતો.
વડાપ્રધાનનાશ્રીના આગમનને પર ભીડમાં ઉભેલી આ બાળકીના ચહેરા પર ખુશી સાથે કુતુહલતા જોવા મળી હતી.
જામનગરના રોડ શોમાં વડાપ્રધાનશ્રીનું સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ સાથે પણ સ્વાગત થયું હતુ.
રોડ-શો દરમિયાન એક યુવતીએ વડાપ્રધાનશ્રીને મળીને વંદન કર્યાં હતા તો વડાપ્રધાનશ્રીએ પણ તેને માથે હાથ મુકીને આશીર્વાદ આપ્યા હતા.
વડાપ્રધાનશ્રીએ ગાડીમાંથી ઉતરીને લોકોને મળ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ તેમને તેમના માતા હીરા બા સાથેની તસવીર ભેટ આપી હતી અને સાથે અન્ય એક તસવીરમાં તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો.
વડાપ્રધાનશ્રી પર પુષ્પવર્ષા કર્યાંની સાથે મહિલાઓએ તેમના ઓવારણાં પણ લીધાં હતા.
Next Article