Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો આજે ગુજરાતને શું શું મળશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ગુજરાત પ્રવાસ (Gujarat Visit)નો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રીનો શુક્રવારનો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી વ્યસ્ત છે. તેઓ અમદાવાદ અને બનાસકાંઠામાં અનેક નવા પ્રોજેક્ટોનો શુભારંભ કરાવશે અને જાહેરસભાઓને પણ સંબોધન કરશે. વડાપ્રધાનશ્રી ગાંધીનગરના રાયસણમાં જઇને તેમની માતા હિરાબાને પણ મળશે અને તેમના આશિર્વાદ મેળવશે. આજે વડાપ્રધાનશ્રીનો ભરચક કાર્યક્રમ વàª
વડાપ્રધાનશ્રીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ  જાણો આજે ગુજરાતને શું શું મળશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ગુજરાત પ્રવાસ (Gujarat Visit)નો આજે બીજો દિવસ છે. વડાપ્રધાનશ્રીનો શુક્રવારનો દિવસ પણ ભરચક કાર્યક્રમોથી વ્યસ્ત છે. તેઓ અમદાવાદ અને બનાસકાંઠામાં અનેક નવા પ્રોજેક્ટોનો શુભારંભ કરાવશે અને જાહેરસભાઓને પણ સંબોધન કરશે. વડાપ્રધાનશ્રી ગાંધીનગરના રાયસણમાં જઇને તેમની માતા હિરાબાને પણ મળશે અને તેમના આશિર્વાદ મેળવશે. 
આજે વડાપ્રધાનશ્રીનો ભરચક કાર્યક્રમ 
વડાપ્રધાનશ્રી શુક્રવારે  ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે અને તેઓ ગાંધીનગરથી કાલુપુર સુધી ટ્રેનમાં મુસાફરી કરશે.ત્યારબાદ તેઓ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1નું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાનશ્રી કાલુપુરથી દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રોમાં સવારી કરશે. તેઓ  દૂરદર્શન કેન્દ્ર પાસે ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાનશ્રી સાંજે બનાસકાંઠામાં 7200 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે તથા અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.ત્યારબાદ વડાપ્રધાનશ્રી ગબ્બર તીર્થ ખાતે મહા આરતીમાં આપશે હાજરી. રાત્રે 11 વાગે તેઓ આબુરોડથી અમદાવાદ આવશે અને અમદાવાદથી દિલ્હી જશે.
વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
વડાપ્રધાનશ્રી ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે. તેઓ ગાંધીનગરથી કાલુપુર સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. આ ટ્રેન  અત્યાધુનિક,સ્વદેશી,સેમી હાઈસ્પીડ ટ્રેન છે. 
અમદાવાદને મેટ્રો ટ્રેનની આપશે ભેંટ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ  અમદાવાદને મેટ્રોની ભેટ આપી છે. શુક્રવારે તેઓ  મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ધાટન કરશે. તેઓ કાલુપુરથી દૂરદર્શન કેન્દ્ર સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે અને લગભગ 11-30 વાગે દૂરદર્શન કેન્દ્ર પાસે ગ્રાઉન્ડમાં સભા સંબોધશે.
બનાસકાંઠામાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ 
ત્યારબાદ વડાપ્રધાનશ્રી બનાસકાંઠા જશે. ત્યાં તેઓ અંબાજીથી  મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનું આજે લોન્ચિંગ કરશે. ઉપરાંત ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ સહાયની  રાજ્ય સરકારે મહત્વપૂર્ણ યોજના બજેટમાં જાહેર કરી છે. ગૌ વંશની સંભાળ અને જાળવણી માટેની આ યોજના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠામાં 7200 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. તેઓ 45000થી વધુ મકાનોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે તથા  તારંગા-અંબાજી-આબુરોડ બ્રોડગેજ લાઈનનો પણ  શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ  અંબાજી બાયપાસ રોડ સહિતના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ ડીસા એરપોર્ટના રનવે બાંધકામનો શિલાન્યાસ કરશે. ઉપરાંત ન્યૂ પાલનપુર-નવા મહેસાણા કોરિડોરનું લોકાર્પણ કરશે અને  ન્યૂ પાલનપુર-નવા ચટોદર રેલવે લાઈનનું લોકાર્પણ પણ કરશે. સાથે સાથે  મીઠા-થરાદ-ડીસા રોડ પહોળો કરવા સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાનશ્રી અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે અને  ગબ્બર તીર્થ ખાતે મહા આરતીમાં હાજરી આપશે. 
Tags :
Advertisement

.