Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલાઓને ફ્રી શિક્ષણ, નોકરીમાં 33 ટકા અનામત, જાણો અન્ય કયા વાયદા કર્યા...

દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, અને રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અને એક બાદ એક વચનો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી એ પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. યૂપી ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી નોકરીઓમાં 33 ટકા અનામત તેમજ 12 પાસ
12:27 PM Feb 08, 2022 IST | Vipul Pandya

દેશમાં
5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, અને રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અને એક બાદ એક વચનો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી એ પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે.
યૂપી ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે,
સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી
નોકરીઓમાં 33 ટકા અનામત તેમજ 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન આપ્યું છે.
તેમણે સરકારી કર્મચારીઓને જૂના
પેન્શનની જાહેરાત કરી.


સપાના ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાતો

અખિલેશ યાદવે કહ્યું કે, વિકલાંગોના મતદાનના મુદ્દે ચૂંટણી પંચને
ફરિયાદ કરવામાં આવી છે. આરોપી જિલ્લા મેજિસ્ટ્રેટને હટાવવામાં આવ્યા નથી. તેમણે
કહ્યું કે, ભાજપ ચૂંટણી જીતવા માટે બેઈમાની કરશે અને અમે ચૂંટણી પંચને ફરિયાદ
કરીશું. આશા છે કે ચૂંટણી પંચ પગલાં લેશે.

Tags :
AkhileshYadavsamajvadipartyupelection
Next Article