મહિલાઓને ફ્રી શિક્ષણ, નોકરીમાં 33 ટકા અનામત, જાણો અન્ય કયા વાયદા કર્યા...
દેશમાં
5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે, અને રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી અને એક બાદ એક વચનો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી એ પણ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. યૂપી ચૂંટણી માટે મેનિફેસ્ટો બહાર પાડતી વખતે,
સમાજવાદી પાર્ટીએ મહિલાઓને સરકારી
નોકરીઓમાં 33 ટકા અનામત તેમજ 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાનું વચન આપ્યું છે. તેમણે સરકારી કર્મચારીઓને જૂના
પેન્શનની જાહેરાત કરી.
સપાના ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાતો
- સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં
આવશે. - જનતાને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
- 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપનું
વિતરણ કરશે. - નાના કારીગરોને દર વર્ષે 18 હજાર રૂપિયાની મદદ
કરશે. - એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના
આંદોલનમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં
આવશે. - કામધેનુ યોજના ફરી શરૂ કરવામાં આવશે.
- 2027 સુધીમાં યુપીને 100% સાક્ષર રાજ્ય
બનાવશે - શેરડીના ખેડૂતોને 15 દિવસમાં પેમેન્ટ
આપશે. - શહીદ ખેડૂતોના નામે સ્મારક બનાવવામાં
આવશે. - સાયકલ ફેક્ટરીઓ માટે અલગથી મદદ આપવામાં
આવશે - BPL અંતર્ગત દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફતમાં
આપવામાં આવશે. - વૃદ્ધોને દર વર્ષે 18 હજાર રૂપિયાનું પેન્શન
આપશે. જૂની પેન્શન યોજના ફરી શરૂ થશે. - ટુ વ્હીલર ચાલકોને એક મહિનામાં એક લીટર
પેટ્રોલ મફત આપવામાં આવશે. - ઘઉં, ચોખા, કઠોળ અને તેલ માટે અંત્યોદય યોજના ચલાવવામાં આવશે.
- લેપટોપ વિતરણમાં 50 ટકા છોકરીઓની
પસંદગી. - નિમણૂકમાં મહિલા શિક્ષકોને વિકલ્પ
આપવામાં આવશે. - BPL મહિલાઓને ડિલિવરી દરમિયાન 15 હજાર આપવામાં આવશે.
- મહિલા પોલીસની અલગ ટીમ બનાવવામાં આવશે.
અખિલેશ યાદવે કહ્યું કે, વિકલાંગોના મતદાનના મુદ્દે ચૂંટણી પંચને
ફરિયાદ કરવામાં આવી છે. આરોપી જિલ્લા મેજિસ્ટ્રેટને હટાવવામાં આવ્યા નથી. તેમણે
કહ્યું કે, ભાજપ ચૂંટણી જીતવા માટે બેઈમાની કરશે અને અમે ચૂંટણી પંચને ફરિયાદ
કરીશું. આશા છે કે ચૂંટણી પંચ પગલાં લેશે.