Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પલટાયું રાજકારણ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને કહ્યા રાવણ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનથી વિવાદમૌતના સૌદાગર બાદ રાવણ સાથે તુલનાઃ ભાજપવડાપ્રધાન મોદીને કોંગ્રેસે રાવણ કહ્યાઃ ભાજપકોંગ્રેસ સતત ગુજરાતના પુત્રનું અપમાન કરે છેઃ ભાજપઅમદાવાદની સભામાં ખડગેએ આપ્યું હતું નિવેદનગુજરાતની 89 બેઠકો પર મતદાન માટેનો ચૂંટણી પ્રચાર 29 નવેમ્બરની સાંજે એટલે કે આજે સમાપ્ત થશે. સ્વાભાવિક છે કે, તમામ રાજકીય પક્ષોએ પોતાનું છેલ્લું અને સૌથà«
પલટાયું રાજકારણ  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ pm મોદીને કહ્યા રાવણ
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનથી વિવાદ
  • મૌતના સૌદાગર બાદ રાવણ સાથે તુલનાઃ ભાજપ
  • વડાપ્રધાન મોદીને કોંગ્રેસે રાવણ કહ્યાઃ ભાજપ
  • કોંગ્રેસ સતત ગુજરાતના પુત્રનું અપમાન કરે છેઃ ભાજપ
  • અમદાવાદની સભામાં ખડગેએ આપ્યું હતું નિવેદન
ગુજરાતની 89 બેઠકો પર મતદાન માટેનો ચૂંટણી પ્રચાર 29 નવેમ્બરની સાંજે એટલે કે આજે સમાપ્ત થશે. સ્વાભાવિક છે કે, તમામ રાજકીય પક્ષોએ પોતાનું છેલ્લું અને સૌથી મહત્ત્વનું હથિયાર કાઢી નાખ્યું છે. જ્યારે વડાપ્રધાન મોદીએ (PM Modi) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા તો કોંગ્રેસે પણ તેમના પર સીધુ નિશાન સાધ્યું છે. જીહા, હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ પણ એન્ટ્રી લીધી અને વડાપ્રધાનને જૂઠ્ઠાણાનો નેતા કહ્યા છે. આટલું જ નહીં મોતના સૌદાગર બાદ હવે તેમની તુલના રાવણ (Ravana) સાથે કરવામાં આવી છે. 
મધુસૂદન મિસ્ત્રી બાદ ખડગે આપ્યું વિવાદિત નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પ્રથમ તબક્કાનો પ્રચાર આજે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. તમામ પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે અને જીત માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. ગુજરાતમાં છેલ્લા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન મોદીની સરખામણી રાવણ સાથે કરી છે. ખડગેએ પૂછ્યું કે દરેક ચૂંટણીમાં લોકો તમારા ચહેરા પર કેમ વોટ આપે? તેમણે પૂછ્યું કે લોકોએ તમારો ચહેરો કેટલી વાર જોવો જોઈએ. ખડગેએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીના 'ઓકાત દિખા દેંગે' નિવેદનને ચૂંટણીનું હથિયાર બનાવ્યું છે.  
શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે? : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ભાજપ કહે છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ મોદીને મત આપો… શું મોદી અહીં કામ કરવા આવશે. વડાપ્રધાન હંમેશા પોતાના વિશે જ બોલે છે. કોઈની તરફ ન જુઓ અને મોદીને જોઈને મત આપો. કેટલી વાર તમારો ચહેરો જોવો કોર્પોરેશનમાં પણ તમારો ચહેરો જોયો, ધારાસભ્યની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો, સાંસદની ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોયો..બધે.. શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?
'આ સોનિયા અને રાહુલના શબ્દો છે, ખડગેના નહીં'
હવે આ નિવેદનને લઈને ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીને રાવણ કહેવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘોર અપમાન છે. તેમણે ગુજરાતની જનતાને આ અપમાનનો બદલો લેવા કહ્યું છે. ગુજરાતની જનતાને અપીલ કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર રાવણવાળા નિવેદન પર સંબિતે કહ્યું કે, ગુજરાતના પુત્ર માટે આવી ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ નિંદનીય છે અને કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. તેમણે કહ્યું કે આ માત્ર વડાપ્રધાન મોદીનું અપમાન નથી. આ દરેક ગુજરાતીનું અપમાન છે, ગુજરાતનું અપમાન છે. વધુમાં તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીએ એક સમયે PM મોદીને મોતના સૌદાગર કહ્યા હતા અને આજે તેમના કહેવા પર તેમની પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા છે. આ ખડગેના નહીં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના શબ્દો છે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, ખડગેએ PM મોદીને રાવણ કહેવા સામે સખત વાંધો વ્યક્ત કરતા ભાજપે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ અધ્યક્ષે સોનિયા ગાંધીના કહેવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે અને ગુજરાતની જનતા કોંગ્રેસ પાસેથી બદલો લેશે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 182 બેઠકો ધરાવતા રાજ્યમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ આ વખતે પણ ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસનો પ્રયાસ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો છે. દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. ત્યારે આ ચૂંટણી કોણે બાજી મારી જાય છે અને કોના ભાગ્યમાં હાર આવે છે તે હવે જોવું રહ્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.