Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રવિન્દ્ર જાડેજાએ બાળાસાહેબ ઠાકરેનો જૂનો વિડીયો ટ્વિટ કર્યો, જાણો શું છે મામલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં હાલ પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના પત્ની રીવાબા જાડેજા પણ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આજના મતદાનના દિવસે રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેનો જૂનો વિડીયો ટ્વિટ કર્યો છે. આ વિડીયોમાં બાળા સાહેબ કહેતા જોવા મળે છે કે હજું પણ સમય છે, ગુજરાતીઓએ સમજી લેવું જà«
06:17 AM Dec 01, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં હાલ પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના પત્ની રીવાબા જાડેજા પણ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આજના મતદાનના દિવસે રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેનો જૂનો વિડીયો ટ્વિટ કર્યો છે. આ વિડીયોમાં બાળા સાહેબ કહેતા જોવા મળે છે કે હજું પણ સમય છે, ગુજરાતીઓએ સમજી લેવું જોઇએ.. નરેન્દ્ર મોદી ગયા, ગુજરાત ગયા... 
બાળાસાહેબનો જૂનો વિડીયો ટ્વિટ કર્યો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વિડીયો ટ્વિટ કર્યો છે, જેમાં શિવસેનાના સ્થાપકે કહ્યું હતું કે મોદી વિના ગુજરાત ચાલી શકશે નહીં. રવિન્દ્ર જાડેજાએ ટ્વિટમાં લખ્યું કે હજુ પણ સમય છે, સમજી જાવ ગુજરાતીઓ. જાડેજાએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડીયોમાં શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે કહેતા જોવા મળી રહ્યા છે કે નરેન્દ્ર મોદી નહીં તો ગુજરાત કંઈ નથી. વિડીયો દ્વારા જાડેજા ગુજરાતની જનતાને એમ કહીને એલર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હજુ સમય છે, લોકોએ વાસ્તવિકતા સમજવી જોઈએ.

રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર
પ્રખ્યાત ક્રિકેટર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. રીવાબા 2019માં બીજેપીમાં જોડાયા હતા, ત્યારપછી રીવાબા પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
રીવાબાના સસરા અને નણંદે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો
2017માં જામનગર ઉત્તર બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત્યા હતા પરંતુ આ વખતે તેમની ટિકિટ કપાઈ છે અને રીવાબાને તક આપવામાં આવી છે. સમીકરણો મુજબ આ બેઠક પર ભાજપ ખૂબ મજબૂત છે પરંતુ રીવાબાના સસરા અને ભાભીએ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે.  ચૂંટણી પહેલા રીવાબાએ સ્પષ્ટતા કરી હતી કે પરિવારમાં કોઈ મતભેદ નથી અને માત્ર વિચારધારાની વાત છે. રીવાબાએ કહ્યું છે કે મને લોકોમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે જામનગરે આપણને ઘણી વસ્તુઓ આપી છે. જાડેજાનો જન્મ અહીં થયો હતો, તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ અહીં કરી હતી, લોકોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

તાજેતરમાં પીએમ મોદીને મળ્યા હતા
2012 માં સીમાંકન પછી, જામનગર ઉત્તર બેઠક પર પ્રથમ વખત ચૂંટણી થઈ હતી. કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012માં જામનગર ઉત્તર બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજાને બદલે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે પક્ષમાં સંતુલન અને વિભાજન ટાળવાના હેતુથી જામનગર ઉત્તર સહિત ત્રણ બેઠકો પર ધર્મેન્દ્રસિંહને પક્ષના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં રવીન્દ્ર જાડેજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ગુજરાતના મીની આફ્રિકન ગામ ગણાતા જાંબુરના લોકોનું પહેલીવાર મતદાન
Tags :
BJPGujaratElectionElection2022GujaratAssemblyElection2022GujaratElection2022GujaratFirstNarendraModiRavindraJadeja
Next Article