Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રિવાબા પ્રચંડ બહુમતીથી જીતશે, આ વિશ્વાસ સાથે રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ફર્સ્ટને આપી પ્રતિક્રિયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે. તે પહેલા તમામ પાર્ટીઓના ઉમેદવારો કે જેમને જાહેર કરી દેવામાં આવ્યા છે તેમના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ જાહેર કર્યું છે. આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા છે. ત્યારે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબાની ઉમેદવારી મુદ્àª
07:39 AM Nov 14, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે. તે પહેલા તમામ પાર્ટીઓના ઉમેદવારો કે જેમને જાહેર કરી દેવામાં આવ્યા છે તેમના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર ઉત્તર બેઠક માટે ભાજપે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનું નામ જાહેર કર્યું છે. આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા છે. ત્યારે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રિવાબાની ઉમેદવારી મુદ્દે ગુજરાત ફર્સ્ટને પ્રતિક્રિયા આપી હતી. 
ભાજપની જે વિચારધારા છે તેવી જ મારી પત્નીન વિચારધારા : રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, હું વડાપ્રધાન મોદીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે મારા પત્ની ઉપર વિશ્વાસ દેખાડ્યો છે. જે જવાબદારી તેને સોંપી છે તો જેટલું બને એટલું જામનગરની જનતા માટે જેટલો વિકાસ થાય, જેટલા સારા કામ થાય તે કરવાનો પ્રયત્ન કરશે. મારી પત્નીની માનસિકતા પહેલાથી જ એવી રહી છે કે, જેટલા નાના માણસોને મદદ થઇ શકે, જેટલા નાના માણસોના કામ થઇ શકે, જેટલા જરૂરિયાતમંદ લોકોના કામ થઇ શકે. રાજકારણમાં પ્રવેશ અંગે તેમણે કહ્યું કે, રાજકારણમાં પ્રવેશ અંગેનો વિચાર તો નહતો. પણ હા ઘણા એવા લોકો કે જેઓ જરૂરિયાતમંદ છે, બધે જ બધા લોકો ન પહોંચી શકે તો એક એવા વિચાર સાથે અને ભાજપની જે વિચારધારા છે કે દરેક છેવાડાના માનવી સુધી પહોંચી તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. બસ આવી જ રીતે મારા પત્ની પણ આવી જ માનસિકતા રાખે છે બસ આ જ કારણ છે કે મારા પત્ની રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 
જામનગર ઉત્તરમાં ભાભી અને નણંદ આમને-સામને
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા કે જેમને રાજકારણનો કે ચૂંટણી લડવાનો કોઈ અનુભવ નથી, તેમને જામનગર ઉત્તરમાંથી મેદાનમાં ઉતારીને આશ્ચર્યજનક પગલું ભર્યું છે. શાસક પક્ષે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી નથી. રવિન્દ્ર જાડેજાએ લોકોને પોતાની પત્નીને ચૂંટણીમાં જીતાડવાની અપીલ કરી છે. પરંતુ નવાઈની વાત એ છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા જાડેજાએ કોંગ્રેસ વતી ભાભી રિવાબા સામે પ્રચાર કર્યો છે. કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી, 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે અને મોટા રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
રવિન્દ્ર જાડેજાએ માંગ્યા વોટ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની ટ્વિટર વોલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે પોતાની પત્ની માટે વોટ માંગતો જોવા મળી રહ્યો છે. જામનગરની જનતા અને ક્રિકેટ ચાહકોને તેમની પત્નીની તરફેણમાં મતદાન કરવા અપીલ કરતા જાડેજાએ તેમને જંગી મતોથી જીતાડવાની વાત કરી છે. જાડેજાએ કહ્યું છે કે, ગુજરાતની ચૂંટણી T-20 મેચ જેવી છે. મારી પત્ની ભાજપની ટિકિટ પર રાજકારણમાં પહેલીવાર ડેબ્યુ કરવા જઈ રહી છે. તે સોમવારે ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું કે, હું જામનગરની જનતા અને તમામ ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આવીને સમર્થન આપે.
આ પણ વાંચો - એક તરફ પત્ની બીજી તરફ છે બહેન, કોને કરશે રવિન્દ્ર જાડેજા સપોર્ટ? જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstJamnagarSeatRavindraJadejaRivabaJadeja
Next Article