રવિશંકર પ્રસાદનો હૂંકાર, આ વખતે દુર સુધી કોઇ મુકાબલો નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને લઇને દરેક રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં હૂંકાર કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે જીત નિશ્ચીત છે. આ ચૂંટણીમાં કોઇ મુકાબલો જોવા મળતો નથી. ગુજરાતમાં જીત પાકીગુજરાતમાં ચૂંટણીને લઈ કેન્દ્રના નેતાઓ ગુજરાતના પ્રàª
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ને લઇને દરેક રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં હૂંકાર કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે જીત નિશ્ચીત છે. આ ચૂંટણીમાં કોઇ મુકાબલો જોવા મળતો નથી.
ગુજરાતમાં જીત પાકી
ગુજરાતમાં ચૂંટણીને લઈ કેન્દ્રના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ રવિવારે અમદાવાદ આવ્યા હતા. રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામો અને તેમની લોકપ્રિયતાથી ગુજરાતમાં જીત પાકી છે. આ ચૂંટણીમાં કોઇ મુકાબલો જોવા મળતો નથી.
મેદાનમાં કોઇ દુર સુધી નથી
તેમણે કહ્યું કે હું દર ચૂંટણીમાં આવું છું અને આ વખતે પણ ફરી વાર આવવાનો છું પણ આ વખતે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ જ જીતશે અને ચૂંટણીના મેદાનમાં દૂરદૂર સુધી કોઈ દેખાતું નથી.
આપ પર પ્રહાર
તેમણે કહ્યું કે કાર્યકરોની મહેનત, મોદીજીએ કરેલા કામો અને મોદીજીની લોકપ્રિયતાથી ચૂંટણી જીતીશું. આમ આદમી પાર્ટી દ્વારા જનતાને અપાતી રેવડી અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે દિવસે સ્વપ્ન જોવાનો તમામને અધિકાર છે. આ લોકો જૂઠી વાતો કરે છે.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ
રવિશંકર પ્રસાદે કહ્યું કે સાવરકરનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો છે અને વિપક્ષ સાંપ્રદાયિકતાનો મુદ્દો ઉઠાવે છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને હું તો રામ લલ્લાનો વકીલ હતો.
રાહુલે શરમજનક કામ કર્યું
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મેધા પાટકરના ખભા પર હાથ મુકે તે વાત સૌથી વધુ શરમજનક છે. નર્મદા બચાવો આંદોલને ગુજરાતમાં પાણી ન મળે તે માટે ષડયંત્ર રચ્યું હતું અને વર્લ્ડ બેંકથી ફંડ રોક્યું હતું પણ મોદીજીનો આભાર માનું છું કે તેઓએ ગુજરાતમાં નર્મદા ડેમનું કામ પૂર્ણ કરાવ્યું હતું.તેમણે કહ્યું કે સાબરમતી નદી કેટલી સુંદર દેખાય છે. આ છે મોદીજી નું કામ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.